Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરમાં સંતની બદલી થતા વિદાય સમારંભ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૧: સુરેન્દ્રનગર શહેરના જવાહરચોક વિસ્તારમાં આવેલા મુળી તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામીની સુરેન્દ્રનગરથી મુળી ખાતે આજે બદલી કરવામાં આવતા સન્માન સમારંભ સાથે વિદાય સમારંભ યોજાશે.

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી છેલ્લા ૨૭ વર્ષથી સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે પોતે ધાર્મિક વૃતિ અને ધાર્મિક કાર્યક્રમો સાથે દરેકના મનમાં વસવાટ કરી અને નાના-મોટા સૌના હૃદયમાં સ્થાન પામેલ ત્યારે આ કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી મૂળી તાલુકાના જસાપર ગામ ના અને છેલ્લા કેટલાક વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે દીક્ષા ગ્રહણ કરી અને સત્સંગી જીવન વિતાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ગુલાબી લાલ પથ્થર મંગાવી અને પાંચ કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કાર્ય પણ જેમના થકી થયું છે જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના કર્મનિષ્ઠ કર્મઠ તરીકે રહેલા છે ત્યારે આચાર્ય મહારાજશ્રી ની આજ્ઞા થતાં કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામીએ મોટા મહારાજની આજ્ઞા ને તીર માથા ઉપર ચડાવી અને રાજી ખુશી સાથે સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારના સ્વામિનારાયણ મંદિર ખાતેથી બદલી નું સ્વીકાર કરી અને આજ્ઞાનું પાલન કર્યું ત્યારે સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ માં આ મંદિરમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન સ્વામીશ્રી કૃષ્ણ વલ્લભદાસજી ના હસ્તે કરવામાં આવ્યું જેમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે દરેક જ્ઞાતિના લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાય સર્વ ધર્મ સમભાવ સમજી અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો જયારે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ મંદિર માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં પરંતુ સર્વ ધર્મ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે નવાઈની વાત તો એ છે કે ધાર્મિક કોઈપણ તહેવારો હોય ત્યારે કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી સુરેન્દ્રનગર શહેરના દરેક નાના-મોટા મધ્યમ વર્ગના પરિવારો ને હું થાય તેવા ભાવે શુદ્ઘ દેશી દ્યી ની મીઠાઇનું વેચાણ કરી અને લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી નું આજે સાંજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો ખાસ ઉપસ્થિતિમાં તેમજ હરિભકતો ની આગેવાનીમાં જેમનો વિદાય સમારંભ અનાર છે ત્યારે નવાઈની વાત તો એ છે કે પોતે મૂડીમાં નવ વર્ષ રહ્યા અને સુરેન્દ્રનગર શહેરમાં ૨૭ વર્ષ સુધી રહી અને લોકોના હદયમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને સ્થાન પ્રાપ્ત કર્યું સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં નાના નાના બાળકોથી લઈને વૃદ્ઘ સુધીના કૃષ્ણ વલ્લભ સ્વામી થી પરિચિત રહેલા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર જિલ્લાના પત્રકારો પણ કૃષ્ણ વલ્લભ સ્વામીજીની નજીક રહી અને કાયમ માટે સ્વામીનારાયણ મંદિરનું નાનું-મોટું કવરેજ કરી અને મંદિરને એક આગવી ઓળખ આપી છે ત્યારે અંતમાં કૃષ્ણે વલ્લભદાસ સ્વામીજીએ જણાવ્યું કે ભાઈ સંત તો ચલતા ભલા આ વાકયને સાર્થક કરી અને મૂડી ખાતે આજે સાંજના પોતાનું સ્થાન ગ્રહણ કરશે ત્યારે આ કાર્યક્રમમાં શહેરના દરેક જ્ઞાતિ સમાજના લોકો ઉપસ્થિત રહેશે અને કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી ને લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે કયારે પણ ભૂલી નહીં શકે અત્યારે હાલમાં વિદાય સમારંભમાં અનેક લોકોની આંખોમાં પણ અશ્રુઓની ધારા વહેવા લાગી છે ત્યારે કૃષ્ણ વલ્લભ દાસજી જયાં રહે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ ઉજ્જવળ કરે તેવી ઈશ્વર ખુદા પાસે પ્રાર્થના સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભદાસજી ને વિદાય સમારંભ વિદાય આપવા માટે અનેક લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે આ કાર્યક્રમમાં પ્રેમ જીવન સ્વામીજી તેમજ સ્વામિનારાયણ મંદિરના અનેક સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)