Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધોરાજી :કોરોના સારવાર દરમિયાન ધોરાજીના મૃત્યુ પામનાર મુસ્લિમોને ધોરાજીમાં દફન કરવા રજુઆત.

 ધોરાજી :-  હાલ કોરોના કોવિડ સેન્ટર જિલ્લા કક્ષાએ હોવાથી જે મુસ્લિમ પેશન્ટનું કોરોના માં મોત નીપજે છે. તેમને જે તે સ્થળે અંતિમવિધિ કરી નાખવામાં આવે છે. જેની સામે ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત એ ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જમાતના પ્રમુખ અફરોઝભાઈ લક્કડ કુટા એ જણાવેલકે  કોવિડ કેરમાં ધોરાજીના મુસ્લિમ દર્દીઓનું મૃત્યુ થાય તો તેમના મૃતદેહને ધોરાજી મોકલતો નથી. અને ત્યાં જ દફનવિધિ થાય છે.
જ્યારે મુસ્લિમ સમાજ અને તેનો પરિવાર પોતાના વતનમાં જ દફનવિધિ થાય તેવું ઈચ્છતો હોય છે. મૃતકના સગા સંબંધી દર શુક્રવારે અને ધાર્મિક તહેવારોમાં કબર પર ફૂલ તેમજ ફાતીયો પઢવા જતા હોય છે. જો બહારગામ દફનાવાઈ તો પાછળની વિધિ માટે પરિવારે જીવનભર હેરાન થવું પડે છે.
તંત્રની આવી નીતિને કારણે મુસ્લિમ લોકો કોરોના નો ટેસ્ટ કરાવતા નથી.
આથી કોરોના માં મૃત્યુ પામે તેની દફનવિધિ તેમના વતનમાં થાઈ તેવી લેખિત માગણી કરી હતી.

(6:37 pm IST)