Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભુજમાં વધુ ૧૭ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

ભુજ :ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના ગણેશનગરમાં પ્રાથમિક શાળા પાસે આવેલ પુરીબેન દેવાભાઇ રબારીના ઘરથી બિકેશ ભીમસેન ભટૃના ઘર સુધી તથા સામેની બાજુ દેવરાજ રબારીના ઘરથી નાથા વાસંગના ઘર સુધી કુલ-૧૦ ઘર અને ૨-બંધ ઘરને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં સ્વામીનારાયણ નગર-૨ શેરી નં.૭ માં આવેલ ઘર નં.૧૮૫ (નિષ્ઠાબેન બિનલ લાલપુરા) ના ઘર થી ઘર નં.૧૮૩ સુધી તથા સામેની બાજુ સોની ચમનલાલ કાનજીભાઇ(ઘર નં.૧૮૨) ના ઘર સુધી કુલ-૪ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરના ધારાનગર કોડકી રોડ ખાતે આવેલ સાલેમામદ દાઉદ લંગા (ઘર નં.૧૫૫-એ, બી.) તથા ઘર નં.૧૫૭ની એક લાઇન તેમજ સામેની લાઇનના ઘર નં.૧૬૨-એ, બી તથા ઘર નં.૧૬૩ સુધી કુલ-૬ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં સંજોગનગરમાં આવેલ અનિષભાઇ ગાયકવાડના ઘર સહિત બંને બાજુએ આવેલ બંધ ઘર તથા સામેની બાજુ કુસુમબેન શાંતિલાલ ગાયકવાડનું ઘર કુલ-૪ ઘર અને ૨ બંધ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં સંજોગનગરમાં આવેલ ઈબ્રાહિમ સુલેમાન બાયડનું ઘર તથા બાજુમાં શકીલ અબ્દુલ લતીફનું ઘર તેમજ બીજી બાજુ અકબર ઈબ્રાહીમ બાયડનું ઘર કુલ-૩ ઘરો ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં મલેક ફળીયામાં આવેલ સૈયદ મોઇનુદીન અમીરમીયાંનું ઘર તથા આજુબાજુના વિસ્તારને તા.૨૧/૯ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નરનારાયણ નગરમાં પ્રહલાદસિંહ સુરસિંહ જાડેજાના ઘરથી અનિલ હરજીવન મજેઠીયાના ઘર સુધી તથા સામેની લાઇનમાં તરૂણ નાનાલાલ સોનીના ઘરથી સોનુ કરમચંદના ઘર સુધી કુલ-૮ ઘરો ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ગણેશ એવેન્યુમાં આવેલ જિતેન્દ્ર ત્રિભોવન ઠકકર (ઘર નં.૩૦૨) ના ઘર થી છઠ્ઠા ફલોર સુધી કુલ-૨૦ ઘરો ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ નીમઢોર શેરી, જુની ભીડ બજારમાં આવેલ કુલસુમબેન મોહમંદરફીક હાકડાના ઘરથી હુરબાઇ અલીમામદ કુંભારના ઘર સુધી કુલ-૩ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલ પ્રેમજી હરજી હિરાણીના ઘરથી ગોપાલ કેસરા ગોરસીયાના ઘર સુધી કુલ-૮ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડમાં આવેલ આશાબેન અમૃતલાલ શાહ (ઘર નં.૧૩-બી) ના ઘરથી અરવિંદભાઇ જોષી (ઘર નં.૧૨-બી) ના ઘર સુધી તથા સામેની બાજુ દિનેશભાઇ ઠકકરના ઘરથી પ્રીતિબેન સુધીરભાઇ સોનીના ઘર સુધી કુલ-૫ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં આવેલ ઘનશ્યામનગરમાં આવેલ સર્વમંગલએપાર્ટમેન્ટમાં આવેલ કેવટ તુષારભાઇ ઠકકરનાઘર સહિત સમગ્ર સર્વમંગલ એપાર્ટમેન્ટ કુલ-૧૭ ઘર અને ૭ બંધ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં પબુરાઇ ફળિયામાં આવેલ જશોદાબેન નરેશ વાગજીયાણીનું ઘર કુલ-૧ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં પબુરાઇ ફળિયા પીરની દરગાહ પાસે આવેલ પ્રભુલાલ રણછોડલાલ ભટૃનું ઘર તથા બાજુમાં પ્રથમ લેબોરેટરી સામેની પીરની દરગાહને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં દાદુપીર રોડ,વાલ્મીકીવાસમાં આવેલ કરસનભાઇ સોલંકીના ઘરથી કિશોર દેવજી વાઘેલાના ઘર સુધી અને સામેની લાઇનમાં મહાદેવ મંદિરથી ભાણજી રાઘવજી સોલંકીના ઘર સુધી કુલ-૬ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરમાં મહાદેવનગર-૨ માં આવેલ કિરણભાઇ દિલીપભાઇ મોટીના ઘરથી મૃગેશભાઇ હેમંતભાઇ ત્રિવેદીના ઘર સુધી તથા સામેની બાજુ ઘર નં.૪૬૨ (બંધ ઘર) થી કલ્યાણજી સેંધાણીના ઘર સુધી કુલ-૯ ઘર અને ૨ બંધ ઘર ને તા.૨૧/૯ સુધી, ભુજ શહેરના હાથીસ્થાન(વિઠ્ઠા ફળીયામાં) સ્કુલની પાસે આવેલ હરેશભાઇ લક્ષ્મીશંકર ગોરનું ઘર તથા બાજુમાં આવેલ તેજસ જગદીશભાઇ ગોર તેમજ તેની સામેનું ગોડાઉન તથા સામેની બાજુ ભાવનાબેન ભરતભાઇ ગોર તથા હરેશ રવિલાલ ગોરનું ઘર કુલ-૫ ઘર ને તા.૨૧/૯ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

 

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે.

(6:21 pm IST)