Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામનો કડૂસલો :તંત્રએ 10,896 ચો,મી,પરના દબાણો હટાવ્યા

પશુના તબેલા, દુકાન, મકાન, વાણિજ્ય તથા તાર ફેન્સીગ દબાણો દૂર કરાયા

ભાવનગર: શહેરના કુલ 8 જેટલા લોકો દ્વારા કરવામાં આવેલ બિનઅધિકૃત દબાણોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા

. ભાવનગર શહેરના નારી, રૂવા, અધેવાડા, કુંભારવાડા તથા સિદસર વિસ્તારમાં વિવિધ બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા પશુના તબેલા, દુકાન, મકાન, વાણિજ્ય તથા તાર ફેન્સીગ દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે 10,896 ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ 61 તથા 202 હેઠળ કાર્યવાહી હાથ ધરી

(5:46 pm IST)