Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જૈનમુનીશ્રી સંતબાલજી સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી આશ્રમે કન્યા છાત્રાલયનું લોકાર્પણ

રાજકોટઃ લોકસંત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી દ્વારા ૧૯૪૭માં સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ - ગુંદી આશ્રમ (તા. ધોળકા, જિ. અમદાવાદ) ખાતે  આર્થિક-સામાજિક વંચિત વિદ્યાર્થીનીઓ માટે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું હતુ. ભગવાન મહાવીર – મહાત્મા ગાંધીના સમન્વયના આગવા દર્શન સમા મુનિશ્રી સંતબાલજીએ ગાંધી-વિચારો-મૂલ્યોથી પ્રેરિત થઈને ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ખેડૂત-ગોપાલકલક્ષી, ગ્રામ સ્વાવલંબન, ખાદી-ગ્રામોદ્યોગ, સ્વરોજગારી, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓની જયોત જગાવી હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી, સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના આજીવન સેવક અને પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કી.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીી, ભાલ નળકાંઠા ખેડૂત મંડળના પ્રમુખ ગગુભાઈ ગોહિલ (કોચરીયા), ભાલ નળકાંઠા સઘન ક્ષેત્ર સમિતિ (રામપુરા)ના પ્રમુખ ધીરુભાઈ રાઠોડ, ભૂપતભાઈ ધાંધલ (બોટાદ), જસવંતસિંહ જાદવ (વેજલકા), ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી જેસીંગભાઈ પરમાર (વેજલકા), સહમંત્રી ભવાનભાઈ પ્રજાપતિ (બાવળા), આશ્રમ સંચાલક કનુભાઈ પઢિયાર, ઉચ્ચતર ઉત્ત્।ર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય અરૂણભાઈ ડાભી, ખેતીવાડી સુપરવાઈઝર ગંભીરસિંહ પરમારની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી કન્યા છાત્રાલય ૨૦૦૩ – મુનિશ્રી સંતબાલજીની જન્મ શતાબ્દીથી સંસ્થામાં કાર્યરત છે. વધુ ૩૨ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થઈ શકે તેવી ચાર ઓરડાંની આ નવીન કન્યા છાત્રાલયનું નિર્માણ સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત સાંસદ મધુસુદનભાઈ મિસ્ત્રીની રૂપિયા ૩૦ લાખની ગ્રાન્ટની સહાયથી થયું છે. ૨૨ ગાય-વાછરડાં ધરાવતી ગૌસેવક જ્ઞાનચંદ્રજી સ્વામી ગૌશાળા પણ ૨૦૦૭થી સંસ્થામાં કાર્યરત છે.

મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, મણિભાઈ પટેલ, ડો. શાંતિભાઈ પટેલ, મીરાબેન પટેલ, કમળાબેન શાહ, મનુભાઈ પંડિતને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી નિમિત્ત્।ે એમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગાસતીનાં પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત થકી સંસ્થાના ૮૪-વર્ષીય પ્રમુખ દાજીભાઈ ડાભીએ સ્વરાંજલિ અર્પણ કરી હતી. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા અને ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન ગોવિંદસંગ ડાભીની ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ છે તે બદલ એમનું વિશેષ અભિવાદન કરાયું હતુ. વિશ્વ અહિંસા નિબંધ સ્પર્ધામાં પસંદગી પામેલી ઉચ્ચતર ઉત્ત્।ર બુનિયાદી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ આરતી આર. ચૌહાણ અને ધીરજ જે. ગોહિલનાં પરિવારને અનાજ-જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી-સ્મૃતિ સંસ્થાન દ્વારા ભેટ અપાઈ હતી.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(2:41 pm IST)