Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જામનગરનાં બેડીમાં મીત્રતાના નામે બેંક એકાઉન્ટમાંથી રૂ.૯૦ હજાર ટ્રાન્સફર લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: બેડી મરીન પોલીસ સ્ટેશનમાં રણધીરસિંહ રામભા સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૬–ર૦ર૦ના બેડી રોઝી બંદરમાં આરોપી રાજ પ્રજાપત ફરીયાદી રણધીરસિંહના મીત્રતાના દાવે વિશ્વાસમાં લઈ ફરીયાદી રણધીરસિંહનું ફેશબુક એકાઉન્ટ બનાવવા ફરીયાદી રણધીરસિંહ પાસેનો મોબાઈલ લઈ તેમજ ફરીયાદી રણધીરસિંહે તેની બેંકનું નામ અને એકાઉન્ટ નંબર પુછી લઈ તથા ફરીયાદી રણધીરસિંહના બેંક એકાઉન્ટમાં રાખેલ બચત ના કુલ રૂ.૯૧,૮પ૬/– માંથી કટકે કટકે કુલ રૂ.૯૦,૦૦૦/– પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ફરીયાદી રણધીરસિંહ સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી નાશી જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભગીરથસિંહ ભીખુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૯–ર૦ર૦ના  લાલપુર ધરારનગર વિસ્તાર, ગોહીલવાસ રામાપીરના મંદિર પાસે, લાલપુરમાં આ કામના આરોપીઓ ભરતભાઈ વાલાભાઈ વાણીયા, હિતેષભાઈ ગામજીભાઈ મુછડીયા, માધવજીભાઈ સાજણભાઈ મુછડીયા, અરજણભાઈ માલશીભાઈ નંજાર, માધવભાઈ જેઠાભાઈ શેખા, બાબુભાઈ કારાભાઈ રાઠોડ, રે. લાલપુરવાળા ગંજીપતાના પાના વડે તથા પૈસા વડે રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩પ૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રાફામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સંદીપસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૯–ર૦ર૦ના ધ્રાફા ગામના રમેશભાઈની પાન સોડાની દુકાન સામે ઓટા ઉપર જાહેરમાં આ કામના આરોપી કાનાભાઈ પુનાભાઈ ચુડાસમા, જયરાજસિંહ ઘનુભા જાડેજા, નરેન્દ્રભાઈ નારણભાઈ ચાંગેચા જાહેરમાં ખુલ્લામાં ગંજીપતાના પાના વડે તથા પૈસા વડે રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧રપ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત સાત ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૯–ર૦ર૦ના કુંભારવાડો ચીત્રોળા ફલીમાં આવેલ મંદિરની સામે ખુલ્લા પટ્ટામાં જાહેરમાં આ કામના આરોપીઓ સુનિલભાઈલ લીંબાભાઈ ચીખલીયા, રાજેશભાઈ વજુભાઈ હળવદીયા, રફીકભાઈ કાસમભાઈ સીડા, હુશેનાબેન રફીકભાઈ અબુભાઈ બ્લોચ, હલીમાબેન મહમદભાઈ સીડા, જયોતીબેન સુનીલભાઈ લીંબાભાઈ ચીખલીયા, ચંદ્રીકાબેન રાજેશભાઈ હળવદીયા, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તથા પૈસા વડે રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧૯૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:59 pm IST)