Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જામનગરમાં ઇસ્ટો રમત રમતા ઝઘડોઃ અશોક કોળીએ છરી ઝીંકી દીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: પંચ એ પોલીસ સ્ટેશનમાં નીતાબેન જેલાલ ફુલચંદ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૯–ર૦ર૦ના હાપા ખારી વિસ્તાર બાવરી વાસમાં ફરીયાદી નીતાબેન તથા આરોપી અશોક શંકર કોળી, રે. જામનગરવાળો રોડ પર ઈસ્ટા નામની રમત રમતા હતા તે દરમ્યાન બંન્ને વચ્ચે બોલાચાલી થતા ગાળો બોલી આરોપી અશોકે એકદમ ઉશ્કેરાઈ જઈ છરી વડે ઈજા ડાબા પડખામાં એક ઘા મારી ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂના જથ્થા સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૯–ર૦ર૦ના વાયુનગર, ઢીચડા મેઈન રોડ પર આ કામના આરોપી રમેશભાઈ સોનભાઈ મુડધારીયા, રે. જામનગરવાાળો પોતાના કબ્જા ભોગવટાના વાડામાં ગેરયકાદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટીકની કંપની શીલબંધ બોટલ નંગ–૧૮, કિંમત રૂ.૯,૦૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી માર માર્યો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ ભાસ્કરભાઈ કકડ એ ફરીયાદ નોંધાવી છે કે, ગઈ તા.૯–૯–ર૦ર૦ના ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યે ફરીયાદી યોગેશભાઈના ભાણેજ આદિત્ય તથા આરોપી ગજેન્દ્રસિંહ જાડેજાને બોલાચાલી ઝઘડો થતા આરોપી ગજેન્દ્રસિંહને ઝાપટ મારેલ હોય જે ખાર રાખી ગઈ કાલે રાત્રીના ફરીયાદી યોગેશભાઈ તથા તેનો ભાણેજ તેના ઘર પાસે ઉભા હોય આ દરમ્યાન આરોપીઓ હનીફ, ગજેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ, નાગપાલસિંહ રે. જામનગરવાળા આવી જેમ તેમ ગાળો કાઢી આરોપી હનીફે પોતાના હાથમા લોખંડનો પાઈપ રાખી ઈટ વડે માથામા કપાળના ભાગે છુટ્ટો ઘા મારી ઈજા કરેલ તથા આરોપી નાગપાલસિંહ એ ફરીયાદી યોગેશભાઈના ભાણેજને લોખંડના પાઈપ વડે જમણા પગમા ઘા મારી મુંઢ ઈજા કરી તથા આરોપી ગજેન્દ્રસિંહ જાડેજા ના હાથમાં બેટ અને આરોપી વિજયસિંહના હાથમા હોકી સાથે આવી બોલચાલી કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મકાનમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ હીરાલાલ ડોરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦ર૦ના આરોપી ઈનાયત ઉર્ફે મુનો બસીરભાઈ હાજીના રહેણાંક મકાને લંઘા શેરી, શાલેપીરની દરગાહ પાસે ધ્રોલમાં આરોપી ઈનાયત ઉર્ફે મુન્નો બસીરભાઈ હાજી, ઈમરાન ઉર્ફે જોન્ટી સીરાજભાઈ રફાઈ, રે. ધ્રોલવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ–૧૩૬, કિંમત રૂ.૪,૭૬૦૦/– ની વેચાણ અર્થે રાખી તેમજ મોબાઈલ ફોન –ર કિંમત રૂ.૬પ૦૦/– મળી કુલ રૂ.પ૪૧૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે તથા આરોપી શકીલભાઈ કાસમભાઈ મથુપૌત્રા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 pm IST)