Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભેંસાણનાં છોડવડીમાં પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

પ૮ વર્ષના બાબુભાઇ રાજાભાઇ પોંકીયાએ કેરોસીન છાંટીને

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: ખેતીમાં વાવેલ પાક નિષ્ફળ જતા જુનાગઢ જિલ્લાના છોડવડી ગામનાં એક ખેડુતે અગ્નિસ્નાન કરી લેતા ભેસાણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

 

આ વર્ષે મોટાભ ાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિને લઇ ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. બિયારણ, જંતુનાશક દવા વગેરેનો ખર્ચ માથે પડતા ખેડૂતોની હાલત દયાજનક બની ગઇ છે.

ત્યારે ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામનાં બાબુભાઇ રાજાભાઇ પોંકીયા (ઉ.વ. પ૮) નામનાં ખેડૂતે ખેતીમાં વાવેલ પાક નિષ્ફળ જતાં ગઇકાલે તેમણે પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાળી ચાંપી દઇ અગનપછેડી ઓઢી લીધી હતી.

આ અંગે મરનારનાં પુત્ર ભરત પોકીયાએ જાણ કરતાં ભેસાણ ખાતેથી પોલીસ કાફલો દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ખેડૂતનાં આપઘાત અંગે એએસઆઇ એસ. યુ. કોડીયાતર વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

ડુબી જતાં મોત

માંગરોળ તાલુકાનાં શેરીયાજ ગામે નોખી નદીમાં આવેલ ગોંદરા કોઝવેની બાજુમાં આરેણા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઇ ભોજાભાઇ ગરચર (ઉ.વ. ૧૧) નામનાં યુવાનનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૭.ર૧)અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી.

(12:56 pm IST)