Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગિરનાર જંગલ પાસેની ધાર્મિક જગ્યામાંથી ગાંજાનું વાવેતર પકડાયું: રૂ.૧.૧ર લાખના છોડ કબ્જે

એસઓજી દ્વારા એક શખ્સની ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૧ : ગિરનાર જંગલ પાસેની એક ધાર્મિક જગ્યામાંથી જુનાગઢ એસઓજીના કાફલાએ ગાંજાનું વાવેતર પકડી પાડી રૂ.૧.૧ર લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ જિલ્લાના ભેંસાણની હદમાં ગિરનાર જંગલના પાટવડ કોઠાની પાસે ફોરેસ્ટ ચેક પોસ્ટ નજીક આવેલ રવેચી માતાના મંદિરની જગ્યામાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમી મળતા એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી એસઓજીના પી.આઇ. હરેન્દ્રસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.વાળા ગઇકાલે સાંજે સ્ટાફ સામે દોડી ગયા હતા.

તપાસ કરતા જગ્યામાં ગેરકાયદે વનસ્પતિ નસીલો પદાર્થનું વાવેતર મળી આવતા એસઓજીએરૂ. ૧,ર૦,૧૦૦ ની કિંમતના ગાંજાના ૧ર કિલો વજનના આઠ છોડ કબ્જે કર્યા હતા.

તેમજ નસીલા પદાર્થ સાથે મંદિરની જગ્યાના જયભારથી ઉર્ફે ચારણ મહાત્મા જગરૂ રામપ્રકાભારથી (ઉ.પ૦) ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં પકડાયેલ જયભારથીનું મુળ નામ ખીમાભાઇ પુના ગુજરીયા ચારણ અને ભવનાથ ખાતેનો રહીશ હોવાનું ખુલ્યું હતું.

આ શખ્સ વિરૂદ્ધ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

(12:53 pm IST)