Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જુનાગઢઃ ઓનલાઇન એજયુકેશન પરિક્ષામાં ગુજરાત પ્રથમ આવતા યુગ પુરોહિત

જુનાગઢ, તા.૧૧: અહિંની પ્રેમાનંદ સ્કુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી યુગ કાર્તિકભાઇ પુરોહિત ઓનલાઇન એજયુકેશનની રાજય લેવલની પરિક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાને ઉર્તિણ થઇને જુનાગઢ તેમજ પ્રેમાનંદ શાળાનું ગૌરવ વધારેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સ્પર્ધા પરીક્ષામાં પૂરા માર્કસ પ્રાપ્ત કરવાની રીતે તો અનેક વિદ્યાર્થીઓ આવતા હોય છે પરંતુ જે વિદ્યાર્થીઓ સૌથી ઓછા સમયમાં એટલે કે સેકન્ડોમાં સૌથી વધુ માર્કસ સાથે ઉર્તિણ થાય તેઓને જ ક્રમ આપવામાં આવતા હોય છે.

પ્રેમાનંદ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી પૂજય મુકતાનંદજી બાપુ, ચેરમેન શ્રી ગિજૂભાઇ ભરાડ સાહેબ તથા ડાયરેકટર ડો.માતંગભાઇ પુરોહિત તથા સમગ્ર સ્ટાફ પરિવારએ અભિનંદન પાઠવ્યા છે.

(12:52 pm IST)