Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટીની બીજા તબક્કાની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઇ : કુલ ૩૧ કોપી કેસ

જુનાગઢ, તા. ૧૧ :  ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજરોજ એમ.એ. ગુજરાતી વિષયનું સેમેસ્ટર ર નું ૭પ.ર૩ ટકા અને સેમેસ્ટર ૪ નું ૬પ.૬૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક http://bknmu.gipl. net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આજરોજ બીજા તબક્કાની પણ તમામ પરીક્ષઓ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ હતી. બીજા તબક્કાના અંતે વિવિધ કેન્દ્રો ઉપર કુલ ૩૧ કોપીકેસ નોંધાયા હતા. પ્રથમ તથા બીજા બન્ને તબક્કામાં કુલ ર૭૪૮૬ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગેરહાજર રહેલા સિવાયના તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ તથા સ્વસ્થચિતે પરીક્ષા આપી હતી. સાથે સાથે કોરોના સામેની તકેદારી રૂપે માસ્ક પહેરવું. સેનીટાાઇઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્ત રીતે પાલન કર્યુ હતું. બન્ને તબક્કાની પરીક્ષાઓ દરમ્યાન વિવિધ કેન્દ્રો ઉપર સ્કવોડ તથા સીસીટીવી મોનીટરીંગ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષાઓ સવાર તથા બપોર એમ બે સેશનમાં યોજવામાં આવી હતી. પ્રથમ તબક્કાની પરીક્ષામાં ૧૩૪૬૭ પરીક્ષાર્થીઓ તથા બીજા તબક્કાની પરીક્ષામાં ૧૪૦૧૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

કોરોના મહામારીને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે બી.એસ.સી. સેમ-૬ બી.એડ એલ.એલ. બી. એમ.એ. એમ.એસ.સી. એમ.કોમ., એલએલએમ સેમ-૬ માટેની બી.કોમ., બી.એ. બી.એ. (હોમ સાયન્સ), બી.બી.એ., બી.આર. એસ., બી.એસ. ડબલ્યુ અને એલ.એલ.બી સેમ-૪ ની પરીક્ષા તથા ડી.એમ. એલ.ટી. ની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. જે કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. પૂર્ણ થયેલી પરીક્ષાના પરીણામો આવવાના પણ શરૂ થઇ ગયા છે. વહેલી તકે તમામ પરીક્ષાાઓના પરીણામો આપી દેવાનું કુલપતિશ્રીએ જણાવ્યું હતું. જે અનુસંધાને પરીક્ષા પૂર્ણ થયાના ત્રીજા જ દિવસથી સતત છઠ્ઠા દિવસ સુધી કુલ ૭ પરીક્ષાઓના પરીણામો જાહેર કરવામાં આવ્યા છે.

(12:51 pm IST)