Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પેરોલ ઉપર છુટયા બાદ નાસી છુટેલ આરોપીને રૂરલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

ઉપલેટાના ચેક રિર્ટન કેસમાં સજા પડયા બાદ જેલમાંથી પેરોલ મેળવી છનન થઇ ગયો'તો

તસ્વીરમાં નીચે બેઠેલ આરોપી સાથેર રૂરલ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા.૧૦ : ઉપલેટાના ચેક રિર્ટન કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવતો અને પેરોલ ઉપર છુટયા બાદ નાસી છુટેલ આરોપીને દ્વારકા પેરોલ ફર્લો સ્કવોડે ગોંડલમાંથી દબોચી લીધો હતો.

ઉપલેટાના ચેકરીર્ટન કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવતો અને જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ દોઢ મહિનાથી ફરાર પાકા કામનો કેદી રમણીકભાઇ લક્ષ્મણભાઇ કાસુન્દ્રા રે. નાનડીયા ગામ. તા. માણાવદર ગોંડલમાં આવ્યો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા તથા સ્ટાફે વોચ ગોઠવી દબોચી લીધો હતો અને કોવીડ ટેસ્ટ માટે ગોંડલ પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો  સ્કવોડના એ.એસ.આઇ. મહમદ રફીક ચૌહાણ, હેડ કો. પ્રભાતસિંહ પરમાર, પો. કો. મહેન્દ્રસિંહ સોલંકી, ભગીરથસિંહ જાડેજા, હેડ કો. વિરાજભાઇ ધાંધલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:48 pm IST)