Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમરેલી જિ.માં મુખ્યમંત્રી પાક સંગ્રહ-કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરાવતા મ્યુ.ફાય. બોર્ડના ચેરમેન ભંડેરી

ચેરમેન ભંડેરીના હસ્તે બંને યોજનાના લાભાર્થીને સહાયના હુકમોનું વિતરણ

(અરવિંદ નિર્મળ)અમરેલી, તા.૧૧: અમરેલી ખાતે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી બે પગલાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા, ધારી અને અમરેલી તાલુકાના ખેડૂતોને પાક સ્ટ્રાકચરના લાભો ચેરમેનશ્રી અને મહાનુભાવોના હસ્તે  એનાયત કરાયા હતા. મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્ટિંગના માધ્યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.

બોર્ડના ચેરમેન ભંડેરીએ જણાવ્યું  હતું કે, મુશ્કેલીના સમયે રાજય સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી શ્નખેડૂત એ જગતનો તાત છે', એ કહેવતને સાર્થક બનાવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્યાાણના પૈકી બે પગલાંની શરૂઆત કરી છે. પાકસંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા ૩૦  હજાર તેમજ ખેડૂત તેમનો પાક માર્કેટ સુધી પોતાની રીતે લઇ જઇ શકે તે માટે નાનું વાહન ખરીદી માટે પ૦ થી ૭પ હજાર સુધીની સબસીડી આપવામાં આવશે. આજે એક જ દિવસમાં અમરેલીમાં ૧૬.૨૪ કરોડની સહાય પાકસંગ્રહ યોજના અંતર્ગત ચુકવવામાં આવી છે.

ચેરમેનશ્રીએ સમગ્ર રાજયેમાં ખેડૂતોએ લેવાયેલા પાકની જાણકારી આપતાં જણાવ્યું  હતું કે, ખેડૂતોએ કરેલી પ્રગતિના કારણે આજે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ. મોટા ભાગનો વિસ્તાર સૂકો હતો જયાં નર્મદાના નીર પહોંચાડી ત્યાંની ધરતી પણ હરીયાળી બનાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમની કોઠાસૂઝને કારણે ખેડુતોના પડખે રહી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વગેરે કુદરતી આપત્ત્િ। સામે ખેડૂતોને રક્ષણ આપવા માટેની સહાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત વાવણીને લઇ વેચાણ સુધી દરેક તબક્કે અનેક સહાયકારી યોજનાઓનો લાભ આપી રહી છે. લાઇટબીલ ભરવામાંથી મુકિત મળે તે હેતુસર ખેડૂતોને સોલાર આધારિત વીજળી હેઠળ સહાય યોજનાનો લાભ લેવા ઉપર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી કિસાન સમ્માનનિધિ હેઠળ દર વર્ષે સહાય આપી છે. ખેતી, ઉદ્યોગ અને સેવા એ મહત્વના વિભાગો છે. લોકડાઉનમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે, તેમને સહાયરૂપ બનવા વિશેષ પેકેજ જાહેર કર્યું છે. જે પૈકી ગુજરાતમાં આત્મનિર્ભર યોજના હેઠળ બારસો કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવી દેવામાં આવી છે. દેશનું અર્થતંત્ર સુધારવા માટે ખેડૂતોનો ફાળો પણ અગત્યાનો છે.

આ પ્રસંગે યુવા અગ્રણી કૌશિકભાઈ વેકરીયા, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ આત્માી પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા. ધારી ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારીશ્રી અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 pm IST)