Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજુલામાં અમદાવાદની છ યુવતી ગુન્હો આચરે એ પૂર્વે જ ઝડપાઇ

રાજુલા-અમરેલી, તા.૧૧: નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય જીલ્લામાં મિલકત સબંધી / શરીર સંબધી દાખલ થતા ગંભીર વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તથા આવા ગુન્હા બનતા અટકાવવા તથા આવી બદીને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમે જાહેર રોડ ઉપર જાણી બુજીને નિર્લજજ પણે વર્તન કરી, બિભસ્ત શબ્દો બોલી ઇશારા કરી પોતાની જાતને નિર્લજજ પણે વર્તતતી છ મહિલાઓની ટોળકીને  આવા ગુન્હા બનતા પહેલાજ ગુનો અટકાવેલ અને આવી છ મહિલા ટોળકીને પકડી લીધેલ હતી.

રાજુલા પો. સ્ટેના હીંડોરણા ચોકડીએ રાધીકા હોટલ સામે જાહેર રોડ ઉપર કુલ-૬ છોકરીઓ બહારથી આવેલ છે અને તેણે પેન્ટ શર્ટ પહેરેલ છે. અને તે આશરે ૧૮ થી ૨૫ વર્ષની ઉમંરની હોય જે છોકરીઓ જાહેર રોડ ઉપર નિર્લજજ પણે વર્તન કરે છે. તેવી હકિકત મળતા આ અંગે પો.ઇન્સ આર.એમ.ઝાલા તથા પો.સ.ઇ.સેગલીયા એ ઉપરોકત હકીકત આધારે તપાસ કરતા કુલ-૬ છોકરીઓ અલગ-અલગ ઉભેલ હોય અને તેણીઓએ પેન્ટ શર્ટ પહેરેલ હોય જે છએ છોકરીઓ આવતા જતા વાહનો તેમજ માણસોની અવર-જવર થતી હોય તે જાહેર રોડ ઉપર જાણી બુજીને નિર્લજજ પણે વર્તન કરી,બિભસ્ત શબ્દો બોલી ઇશારા કરી પોતાની જાતને નિર્લજજ પણે વર્તતતી હોય જેથી મહીલા પો. સ્ટાફની મદદથી પકડી પાડી રાજુલા પો સ્ટે ભાગ બી ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૦૨૦૧૫૬૭ ઞ્ભ્.ખ્ઘ્વ્ કલમ ૧૧૦/૧૧૭ મુજબ નુ ગુનો રજી. કરેલ છે.

પકડાયેલ મહીલામા ં(૧) પુજા કુમારી લાલાભાઇ બારોટ ઉવ.૨૦, (૨) રીનાબેન રાજુભાઇ બારોટ ઉવ.૨૦, (૩) ભાવનાબેન શાંતિલાલ બારોટ ઉવ.૨૧, (૪) નીતુબેન રાજેશભાઇ બારોટ ઉ.વ.૨૧, (૫) નિલમબેન દિલીપભાઇ બારોટ ઉવ.૨૧, (૬) શીમાબેન ચમનભાઇ બારોટ ઉવ.૨૧, રહે.બધા અમદાવાદ જીવન જયોત સોસાયટી પાસે,ઓઢવ અમદાવાદ હાલ-અમદાવાદ વટવા ઉમંગ પ્લોટ દુર્ગાનગર તા.જી. અમદાવાદનો સમાવેશ થાય છે.

આ બનાવ જાહેર જનતા માટે લાલબત્તી સમાન હોય પોતાના વાહનમાં તથા જાહેરમાં આવી રીતે અજાણ્યા મહિલાઓથી સાવચેતી અને સાવધાની રાખવા અમરેલી પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ છે.

કોઈ વ્યકિત સાથે આવો બનાવ બનેલ હોય તો રાજુલા પો. સ્ટે. સંપર્ક કરવા જણાવેલ છે.

(11:59 am IST)