Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધોરાજીમાં કોરોના એ સાતમી સદી ફટકારી...?

માત્ર ૧૧ દિવસમાં ૨૧૫ કેસ : ફફડાટ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૧ : ધોરાજીમાં કોરોના એ સાતમી સદી ફટકારી...? જેથી શહેરભરમાં ફફડાટ  છે. માત્ર ૧૧ દિવસમાં ૨૧૫ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા પરંતુ આરોગ્ય વિભાગ  તમાશો જોઇ રહી છેકોરોના પોઝિટિવ દર્દીઓ જાહેરમાં ફરી રહ્યા છે તેમજ તેમના પરિવારજનો જાહેરમાં સંક્રમિત ઉભો થાય તે પ્રકારે તેઓ પણ બહાર ફરી રહ્યા છે.

આરોગ્યતંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે કારણકે કોરોના પોઝિટિવ દર્દીઓ અને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવે છે સરકારી આંકડા છુપાવવાની પેરવી થઈ રહી છે અને જેમના ઘરે કોરોના પોઝિટિવ દર્દી રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની પાબંદી નથી મૂકવામાં આવી પોલીસ સ્ટાફ પણ ઉઠાવી લીધો છે જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને બહાર જવાનો ખુલ્લો માર્ગ મોકળો મળે છે અને જાહેરમાં શોપિંગ માટે પણ તેમના પરિવારો બહાર નીકળી રહ્યા છે જેના કારણે ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ વધારે પડતા જોવા મળી રહ્યો છે

સરકારી અધિકારીઓ એમ કહે છે કે કોરોના પોઝિટિવ દર્દીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત છે પરંતુ એ વાત ખોટી અને વાહિયાત છે તાજેતરમાં જ શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા એ પણ ડેપ્યુટી કલેકટરમાં રૂબરૂ જણાવેલ કે કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેરમાં ફરી રહ્યા છે છતાં પણ તંત્ર એમની સામે કેમ પગલાં નથી લેતા.....?

આ બાબતે ધોરાજી આરોગ્ય ટીમ તેમજ સરકારી અધિકારીઓ ધોરાજી શહેરમાં કોરોના સંક્રમણ ઓછું કરવા બાબતમાં નિષ્ફળ ગયા હોય તેઓ ૧૧ દિવસ ના આંકડા જોતા જોવા મળી રહ્યું છે કારણકે માત્ર ૧૧ દિવસના સમયમાં ૨૧૫ કેસ પોઝિટિવ નોંધાયા ચૂકયા છે.અને હજુ કૂદકે અને ભૂસકે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે એટલું જ નહીં ધોરાજીનો એક પણ વિસ્તાર બાકી નથી કે જયાં કોરોના પોઝિટિવ કેસ ન હોય સંપૂર્ણપણે ધોરાજી ભગવાન ભરોસા ઉપર હોય તે પ્રકારનો અભ્યાસ થઇ રહ્યો છે રાજય સરકાર આરોગ્ય વિભાગ તાત્કાલિક નિષ્ફળ ગયેલ તંત્રની સામે પગલાં લે તેવી પણ માગણી થઈ રહી છે

સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ધરાવતું ધોરાજી શહેર આજે સાતમી સદી ફટકારી દીધી ૭૦૩ કેસ પોઝિટિવ નોંધાયા ચૂકયા છે છતાં રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ શા માટે ધોરાજી નથી આવતા? ધોરાજી ની પ્રજા વર્ષોથી સેવાકીય કાર્યોમાં પીડાઈ  છે કારણ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને ધારાસભ્ય કોંગ્રેસના હોય જેના કારણે ધોરાજીમાં પણ અનેક સેવાકીય કાર્યોમાં પણ મુશ્કેલી અનુભવતા હોય છે પ્રજા આ બાબતે પરેશાન થતી હોય છે પરંતુ કોરોના મહામારી ના સમયમાં પણ જે પ્રકારે રોગચાળો ફાટી નીકળ્યો છે ધોરાજીમાં તેમાં પણ વ્હાલા દવલાની નીતિ રખાતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ તાલુકા કક્ષાએ હોય તો તે ધોરાજીમાં છે ધોરાજીમાં અત્યારે ૭૦૩ નોંધાઈ ચૂકયા છે અને તે ૩૩ થી વધુ લોકોના મોત થયા છે છતાં પણ રાજય સરકારનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ગોંડલ સુધી આવ્યા પરંતુ ધોરાજી કેમ ન આવ્યા તે પણ એક સવાલ ઉભો થયો છે પ્રજાને વારે રાજય સરકાર ઉભી રહે તે પ્રકારની જનતામાં માગણી ઉઠી છેઅને ધોરાજીમાં આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા સાબિત થઈ છે જેથી જવાબદારો સામે પણ તાત્કાલીક અસરથી પગલા લેવાવા જોઇએ તેવી પણ ધોરાજીની પ્રજાની માગણી છે.

(11:58 am IST)