Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જીતુભાઇ વાઘાણીના જન્મદિને બાળકોને કપડા વિતરણ

ભાવનગર તા.૧૧: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્યિમના ધારાસભ્ય ભાઈ જીતુભાઇ વાદ્યાણી દ્વારા પરંપરાગત દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકાર્યો, ધર્મકાર્યો, મેડિકલ કેમ્પો, વિવિધ રોગોના નિદાન કેમ્પો વગેરે રીતે કરવા માં આવતી હતી પરંતુ કોરોના વાઇરસની સ્થિતિને કારણે દરવર્ષની પરંપરાને તોડતા ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ જીતુભાઇ વાદ્યણીએ જન્મદિવસે મુલત્વી રાખેલ છે અને માત્ર ભાવનગર શહેરની મહાનગર સેવાસદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જેમને માતા અથવા પિતા અથવા બંને વાલીઓ નો અભાવ હોય તેવા નિરાધાર ૧૬૦૦દ્મક વધુ બાળકોને શાળા શરૂ થયે તેમના જન્મદિવસ નિમિતે એક-એક જોડી કપડાં જે તે સ્કૂલ મારફત જ વીતરણ કરશે.

(11:57 am IST)