Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સીટોમાં અનેક સદસ્યો ચૂંટણી નહીં લડી શકે

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૧૧ : હાલના લોધિકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ખીરસરા સિટી સામાન્ય સ્ત્રી આવતા ચુંટણી નહીં લડી શકે તેમજ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ હરિશચંદ્ર સિંહ જાડેજા માખાવડ સિટ સામાન્ય સ્ત્રી થતા ચુંટણી નહીં લડી શકે ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર મોટાવડા સિટ સામાન્ય સ્ત્રી થતા તો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પાળ સિટ અનુસુચિત થતાં ચુંટણી નહીં લડી શકે તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી વાજડી વડ સિટ અનુસુચિત જાતિ સ્ત્રી થતા તેજ પૂર્વ ઉપપ્રમુખ ભાવનાબેન કમાણી લોધીકા સીટ બિન અનામત થતાં ચુંટણી નહીં લડી શકે તેવીજ રીતે નગરપીપળીયા સિટ બિન અનામત સામાન્ય થતા પ્રમુખ ગીતાબેન વેકરીયા તેમજ  પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ની મેટોડા સિટ અનુસુચિત આદિજાતિ થતાં ચુંટણી નહીં લડી શકે તેમજ હાલના દેવગામના સદસ્ય ની સીટ સા.સૈ.પછાતવર્ગ સ્ત્રી થતા ચુંટણી નહીં લડી શકે.

તો લોધીકા તાલુકા ના આટલા મુખ્ય હોદેદારો આગેવાનો ને નવુ અનામત ચુંટણી લડતા રોકશે.

(11:53 am IST)