Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

માણાવદરમાં કોરોનાથી વધુ એકનું મોત : કુલ મૃત્યુ આંક ૪

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૧૧ : પંથકમાં દિન-પ્રતિદિન એન્ટીજન કીટમાં ટેસ્ીંગમાં ઘણા કોરોના કેસો મળ્યા છે જે શહેર તથા ગામડામાં કોરોના કેસો આમ જનતા માટે ચિંતાજનક સ્થિતિ છે. તાકીદે શહેરમાં માસ્ક વિના રખડતા અને માસ્ક વિના સીન સપાટા કરનારાને કમસેકમ પોલીસ સ્ટેશનમાં બેસાડી દો દંડ ન કરો તો કાંઇ નહિ.

જો આમને આમ ચાલ્યુ તો સ્ફોટક સ્થિતિ થતાં વાર નહિ લાગે એવા ઘણા લોકો છે જે સ્વૈચ્છીક હોમ કોરોન્ટાઇન થાય છે તો એવા ઘણા છે કે જેના ઘરમાં કેસો છે ટેસ્ટીંગ કરવા માંગતા નથી અને બહાર રખડે છે. માણાવદર તાલુકામાં ગઇકાલે એક યુવાનનું રાજકોટ ખાતે કોરોનામાં મૃત્યુ થયાનું જાણવા મળે તો અગાઉ ૪ થી પ કેસો કોરોનામાં મૃત્યુ થયા છે. અગાઉ પણ બહારપરામાં આવેલા મોલમાં ડિસ્ટન્સની ફરીયાદો ઉચ્ચકક્ષાએ થયેલ તેમાં આજે પણ ડિસ્ટન્સ કે માસ્ક પહેરાતા નથી તેથી કોરોના ચેક વધશે તાકીદે મોલ સીલ કરવા માંગ છે. શહેરમાં રાવળપરા, રવજી મીલ પાસે, ગીરીરાજનગર, માવજી જીણા સોસા., જલારામ મંદિર પાસે, પટેલ ચોક, એસ.બી.એસ. કોલોની સહિત અનેક વિસ્તારોમાં હોમકોરોન્ટાઇન કેસો છે.

(11:52 am IST)