Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સરકાર 'સાત પગલા ખેડૂત કલ્યાણ'ના સુત્રને સાર્થક કરવા મકકમ છે : મંત્રી શ્રી કુંવરજીભાઇ

સાયલામાં ખેડૂતો માટેની પાક સંગ્રહ કિશાન સહાય યોજનાનો શુભારંભ

સુરેન્દ્રનગર તા.૧૧ : સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ સાયલા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડુતો આર્થિક રીતે પગભર બને તે માટે રાજય સરકારે ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી ગુજરાતની ખેતી અને ખેડુત સમૃદ્ઘ બની રહ્યાં છે. રાજય સરકાર સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત કૃષિ વિભાગની જૂદી જૂદી સાત યોજનાઓને સાંકળીને ઙ્કસાત પગલા ખેડુત કલ્યાણનાઙ્ખ સુત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

વધુમાં તેમણે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અન્વયે ખેડુતોને લણણી પછી ખેત પેદાશોમાં વરસાદ – વાવાઝોડુ જેવી કુદરતી આફત સામે રક્ષણ મળી રહે તે માટે ગોડાઉન બનાવવા માટે રૂપિયા ૩૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના અન્વયે ખેડુત પોતાના પાક ખેતરથી દ્યર અથવા બજાર સહેલાઈથી લઈ જઈ શકે તે માટે તેને મીડિયમ સાઈઝના ગુડ કેરેજ વાહનની ખરીદી માટે રૂપિયા ૫૦ હજારથી ૭૫ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.

આ તકે પૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલ્પનાબેન ધોરિયાએ  પ્રાસંગિક ઉદબોધન કરી રાજય સરકારની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડુતોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડુતોને યોજનાના મંજૂરી પત્રો/હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

     આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદીએ કર્યુ હતું. તેમજ આભારવિધી મદદનીશ ખેતી નિયામકશ્રી વાય.એમ.બારડે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા, મામલતરદારશ્રી સાયલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાયલા, લાલજી મહારાજ જગ્યા – સાયલાના મહંતશ્રી અમરદાસજી મહારાજ અગ્રણી સર્વશ્રી ભરતભાઈ સોનાગ્રા, સુનિલભાઈ ધાંધલ, જીલુભાઈ ખાવડ, કાળુભાઈ, મુકેશભાઈ અને નાગરભાઈ સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:47 am IST)