Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથ.શિક્ષણ સંઘ દ્વારા મહારકતદાન કેમ્પ સંપન્ન

જિલ્લાભરમાંથી ૧૦૧ શૈક્ષણિક સ્ટાફે રકતદાનની સરવાણી વહાવી

સુરેન્દ્રનગર તા.૧૧ : સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંદ્યની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંદ્ય પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંદ્ય દ્વારા જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા, લીંબડી અને ચુડા તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકોના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયે બ્લડની જરૂરીયાત હોઈ તેવા લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા, સાયલા, લીંબડી અને ચુડા તાલુકા દ્યટકના શિક્ષકો દ્વારા ઉત્સાહભેર માનવતાના આ સેવારૂપી કાર્યમાં ભાગીદાર બની કુલ ૧૦૧ થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરીવામાં આવી હતી.

 આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંદ્ય દ્વારા જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, તાલુકા સંદ્યના પ્રમખશ્રી – મંત્રીશ્રી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, જિલ્લા શિક્ષણ સંદ્ય અને પોલીસ વિભાગના કર્મચારી-અધિકારીશ્રીઓ સહિત બ્લડ ડોનેટ કરનારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ સેવાયજ્ઞમાં તમામને પ્રોત્સાહિત કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંદ્યના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી ગંભીરસિંહ બોરાણા, બી.આર.સી.શ્રીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા

(11:46 am IST)