Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વાંકાનેર નગરપાલિકાની ૨૦૨૦ની સામાન્ય ચુંટણી માટે નવા વોર્ડ સીમાંકન સુચી જાહેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૧ : વાંકાનેર ન.પા.ની વર્ષ ૨૦૧૫ની સામાન્ય ચુંટણી માટે શહેરના વોર્ડનું સિમાંકન તથા અનામત બેઠકો અંગેના આદેશની અનુસુચીત-રમાં બીજી સામાન્ય ચુંટણી ૨૦૨૦ માટે સુધારો કરવા અંગેનો આદેશ જાહેર કરાયેલા જાહેરનામામાં આ મુજબ જણાવાયેલ છે.

રાજય સરકારે મ્યુનિસિપલ બરોમાં વોર્ડનું સિમાંકન અને અનામત બેઠકોની ફાળવણીના સુધારા નિયમો ૨૦૧૪માં સુધારા કરી ન.પા. માટે એક વોર્ડમાં ચાર બેઠકો રાખવા અને તે પૈકી બે બેઠકો સ્ત્રીઓ માટે અને બાકીની બે જરૂરીયાત મુજબ અનામત કે બિનઅનામત રાખવા જોગવાઇ કરી છે.

આમ ઉપરોકત જણાવેલ વિગત ધ્યાને લઇ વાંકાનેર ન.પા.ની  સામાન્ય ચુંટણી માટે વંચાણવાળા-૧ પરના રાજય ચુંટણી આયોગના તા.૧૦-૮-૨૦૧૫ના આખરી આદેશની અનુસુચીત-ર માં આ સાથે સામેલ રાખેલ સુધારા અનુસુચી-રમાં જણાવ્યા મુજબ બેઠકોની ફાળવણી કરવા અંગે આદેશ કરેલ છે. વંચાણવાળા-૧ પરના રાજય ચુંટણી આયોગના તા.૧૦-૮-૨૦૧૫ના આખરી આદેશની અન્ય વિગતો યથાવત રહેશે.વાંકાનેર ન.પા.ની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ કુલ ૩૬,૯૧૫ મતદારો કુલ વોર્ડ ૭ વોર્ડ દિઠ સરેરાશ વસ્તી ૫૨૭૩ જયારે કુલ બેઠકોની સંખ્યા ૨૮ છે. જેમાં કુલ સ્ત્રી બેઠકો ૧૪, અનુ.જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા બે, અનુ.જાતિ (આદિજાતિ)ની સંખ્યા ઝીરો, પછાત બેઠકોની અનામત સંખ્યા ૩ કુલ અનામત બેઠકો ૧૬ જયારે કુલ સામાન્ય બેઠકો ૧૨ મળી કુલ ૨૮ બેઠકો માટે ચુંટણી જંગ આવતા માસે એટલે કે આગામી ૪૦ દિવસમાં શરૂ થશે. વોર્ડનં.૧માં ૫૨૩૪ મતદારો એ મુજબ વોર્ડનં.રમાં ૫૬૧૯, ૩માં ૫૨૯૮, ૪માં ૫૩૮૬ વોર્ડનં.પમાં ૪૮૯૧, ૬માં ૪૭૧૩ અને ૭માં ૫૭૭૪ મળી કુલ મતદારો ૩૬૯૧૫ થવા પામે છે.

(11:45 am IST)