Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઉનામાં શ્રાદ્ધ કાર્ય કરીને નદીમાં ફુલ પધરાવવા જતા પગ લપસતા નિવૃત બેન્ક કર્મચારીનું ડૂબી જવાથી મોત

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૧ : એસ.બી.આઇ.ના નિવૃત કર્મચારી અને તાલુકા બ્રહ્મસમાજ કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ હેમેન્દ્રભાઇ દેસાઇ (ઉ.૬પ) ઘેર શ્રાદ્ધ કાર્ય કરીને નજીકમાં મછૂન્દ્રી નદીના બેઠા પુલ ઉપરથી ફુલ પધરાવવા જતાં પગ લપસતા નદીમાં તેનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.

શાંતિનગરમાં રહેતા અને સ્ટેટ બેન્ક ઇન્ડિયા શાખામાંથી નિવૃત થયેલ હેમેન્દ્રભાઇ દેસાઇ (ઉ.૬પ) નામના વૃદ્ધ બ્રાહ્મણ ઘેર શ્રાદ્ધ કાર્ય કરીને નજીકના મછૂન્દ્રી નદીના બેઠા પુલ ઉપરથી ફુલ પધરાવવા ગયેલ હતા. ત્યારે તેનો પગ લપસી જતા નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયેલ અને તેનુ ડૂબી જવાથી મોત નીપજયું હતું.

મરનાર હેમેન્દ્રભાઇ દેસાઇ તાલુકા બ્રહ્મસમાજ-કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ છે તેના ભાઇ સાથે તેઓ શ્રાદ્ધ કાર્યના ફુલ પધરાવવા ગયેલ અને અકસ્માતે પગ લપસતા નદીમાં પડી જતા ડૂબી ગયેલ અને તેના ભાઇએ બુમો પાડતા નજીકમાંથી લોકો આવી ગયેલ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલ લઇ ગયેલ અને ડોકટરે તેને મરણ ગયાનું જાહેર કરેલ છે ઉના પંથકમાં ચોમાસા દરમ્યાન ૯ થી ૧૦ લોકોના અત્યાર સુધી ડૂબી જવાથી મોત નીપજયા હતા

(11:44 am IST)