Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વિભાવરીબેન દવે ઉજવે છે વિકાસ સપ્તાહ, ભાવનગરમાં રોજ એક ખાતમુહૂર્ત -લોકાર્પણ

ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેની ગ્રાન્ટમાંથી બનનાર આંગણવાડીનું મોડેલ તેમજ બાળકોને અપાનાર ડીશ-ચમચીની તસ્વીર.

રાજકોટ,તા.૧૧: ભાવનગરના ધારાસભ્ય સરકાર માં મંત્રી વિભાવરીબેન દવે પોતાના વિસ્તાર ના વિકાસ કામોનું સપ્તાહ ઉજવશે જેમાં ૭ દિવસ સુધી રોજ એક વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.૧૧ થી ૧૭ દરમ્યાન વિકાસ સપ્તાહ બની રહેશે.

સપ્તાહના પ્રથમ દિવસે આજે તારીખ ૧૧ શુક્રવારે  આંગણવાડીમાં MLA ગ્રાન્ટમાંથી બનનાર બે આધુનિક મોર્ડન આંગણવાડી જેમાં બે મોર્ડન અદ્યતન આંગણવાડી નું ખાતમુહૂર્ત દરેક માટે આંગણવાડી માટે રૂ. ૭ લાખ ફાળવેલ છે જયાં બાળકો મોકળા મને રમે આનંદ કરે અને પૌષ્ટિક આહાર પણ લે ત્યાં ભરત્નગરમાં ભગવાનેશ્વર મહાદેવ પાસે આંગણવાડી ખાતમુહૂર્ત થયેલ છે.

પૂર્વ વિસ્તાર ની ૧૭૨ આંગણવાડી ના ૪૩૨૫ બાળકોને નાસ્તા માટે ઘરેથી કાઈ લાવવું નહિ પડે પણ સુંદર ડિશ જેમાં બધી વસ્તુ માટે અલગ ખાના હોય તેવી સ્ટીલની ડિશ અને ચમચી અપાશે

આજે ધારાસભ્ય તરીકેની ગ્રાંટમાંથી સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે કરાશે આથી બધી આંગણવાડીને એક સાથેના બોલાવાય આથી મંગલમ હોલ ખાતે સવારે ૫૦ થી ૬૦ આંગણવાડીના કાર્યકરો બીજા ૫૦ થી ૬૦ કાર્યકરો ને બપોરે ૪ વાગે વિતરણ રાખેલ છે.વિકાસ સપ્તાહના બીજા કાર્યક્રમો પણ થશે. તેમ વિભાવરીબેન દવે જણાવે છે.

(11:43 am IST)