Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કેશોદના કરેણીમાં જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૧૧: કેશોદના કરેણી ગામે પોલીસની રેડમાં રૂપિયા ૩૭૯૦૦ રોકડા સાથે ૭ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા જયારે ૧ શખ્સ ફરાર થયો હતો પોલીસે તમામ વિરૂદ્ઘ ગુન્હો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે કેશોદ પોલીસ જયારે પ્રેટ્રોલિંગમા હતી ત્યારે કરેણી ગામની સીમમાં આવેલા ખેતલાબાપાના મંદિર નજીક ગારીમા ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમી અને રમાડી રહ્યા છે તેવી બાતમી મળતા જુગાર રેડ કરતા રામ ભારવાડિયા, લખમણ ચાવડા, મહેશ ઉર્ફે મુન્નો હડિયા, એભા સુત્રેજા, ભૂપત ઉફેઁ સરમણ ચાવડા, મેરામણ કરમટા તેમજ પ્રદીપ મુળિયાસિયાને જુગાર રમતા પકડી પાડયા હતા જયારે અનિલ પરમાર ભાગવામાં સફળ થયો હતો પોલીસે રૂપિયા ૩૭૯૦૦ની રોકડ કબ્જે કરી તમામ ૮ વિરૂદ્ઘ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)