Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જસદણના ઉદ્યોગપતિને ફોનમાં ધમકી આપનાર વડોદરાનો વેપારી ઝડપાયો

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૧ : લીલાપુર રોડ પર રામ વિજય કોટન મીલના ડિરેકટર અશ્વિનભાઇ જેન્તીભાઇ વીરજાને ધોળકામાં વેપાર અને વડોદરામાં રહેઠાણ ધરાવતા એક વેપારીએ ગત એપ્રિલ માસમાં ફોનમાં ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આથી ઉદ્યોગપતિ અશ્વિનભાઇએ ગત જૂન માસમાં ફરીયાદ નોંધાવી હતી.

ધોળકા ગામે કુણાલ સેલ્સ એજન્સીમાં રર૦ ગુણી ટ્રક પોળ વેચાણ માટે મોકલ્યો હતો. આ ટ્રક ધોળકા પહોંચતા વેપારીનો ફોન આવેલ કે ખોળમાં લાઇટ નથી આથી ખોળની ગાડી પરત મોકલી આપી એવું જણાવતા દેવેન્દ્રભાઇ શાહે ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ કરતા આ વેપારી ચીટર ચાર માસ બાદ જસદણ પોલીસના સકંજામાં છે ત્યારે દેવેન્દ્ર નામના મહાઠગએ ગુજરાતમાં કેટલાક ઉદ્યોગપતિઓને, વેપારીઓનું ચીટીંગ કર્યું છે. કેટલાકે વિશ્વાસમાં લઇ શીશામાં ઉતારી બુચ માર્યા છે તે અંગે પોલીસ રીમાન્ડ માંગશે તેમ જાણવા મળેલ છે.

(11:39 am IST)