Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પોરબંદરઃ પેરોલ રજા ઉપરથી ફરાર ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: બગવદરમાં ડબલ મર્ડરનાં આરોપી હાજા રાજશી ઓડેદરા પેરોલ રજા ઉપરથી ફરાર થઇ ગયાં બાદ પોલીસે તેને પકડી પાડયો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા તેમજ પોલીસ અધીક્ષક રવિ મોહન સૈની દ્વારા જીલ્લામાં નાસતા ફરાર આરોપી તેમજ પેરોલ ફર્લો વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જેલમાં હાજર નહીં થયેલ અને પેરોલ વોન્ટેડ થય.ેલ કેદીઓને પકડી પાડવા સારૂ સુચના કરવામાં આવેલ જે અનુસંધાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પો. ઇન્સ. કે. આઇ. જાડેજા સાહેબ તથા પેરોલ/ફર્લો સ્કોડના માણસો બગવદર પો. સ્ટે. આઇ.પી.સી. ક. ૩૦ર, ૩૦૭, ૩ર૮ વિ. મુજબના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેના પાકા કામનો કેદી નંબર ૪૩૬૬૯ હાજા રાજશી ઓડેદરા ઉ.વ. ૪૦ રહે. એરડા ગામ પટેલ ફળીયુ તાબે, નવીબંદર મરીન પો. સ્ટે. જી. પોરબંદર પેરોલ રજા ઉપર આવેલ હોય જે આરોપી/કેદી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હોય જેની સચોટ બાતમી હકીકત આધારે રાજકોટ ખાતેથી શોધી કાઢી મજકુર કેદીનો હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસ અંગેનો ટેસ્ટ કરાવવા સારૂ ભાવસીંહજી હોસ્પીટલ પોરબંદર ખાતે મોકલી આપેલ છે જે રીપોર્ટ આવ્યેથી મજકુરને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

આરોપીનેઢ પકડવાની કામગીરી પેરોલ/ફર્લો સ્કોડના એએસઆઇ એ. જે. સવનીયા તથા હેડ કોન્સ્ટેબલ, પિયુષભાઇ બોદર તથા કોન્સ્ટેબલ પ્રકાશભાઇ નકુમ તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ગોહિલ તથા વજશીભાઇ વરૂ તથા ડ્રા. રોહિતભાઇ વસાવા તથા ટેકનીકલ સેલના પો. કોન્સ. ઉપેન્દ્રસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:38 am IST)