Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધોરાજીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર થશે

ધોરાજી,તા.૧૧: ધોરાજી અને આજુબાજુના વિસ્તારોમાં પણ કોરોનાના વધતા જતા કેસના પગલે માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા ભોલાભાઇ સોલંકીએ જુદી-જુદી સંસ્થાઓએ સરકારમાં રજૂઆત કરી હતી જેને પગલે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે માનવસેવાના કાર્યકર્તાઓએ ટેલિફોનિક રજૂઆતો અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સાંસદ રમેશભાઈ ધડુક સહિતનાઓએને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ કોરોના હોસ્પિટલ ચાલુ કરવા અંગે રજૂઆતોને પગલે રાજય સરકાર દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના હોસ્પિટલ ચાલુ કરવા અંગે મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓ અને પી, આઇ, યુ ના ઉચ્ચ અધિકારીઓ ધોરાજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આગામી થોડા દિવસોમાં ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર અને દર્દીઓને દાખલ કરવા માટે આધુનિક સુવિધાઓ સજ્જ થઈ સારવાર આપવામાં આવશે તેમજ હોસ્પિટલમાં જરૂરી સેન્ટર ઓકિસજન આધુનિક સારવારના સાધનો સહિતની સુવિધાઓ તાત્કાલિક ચાલુ કરાશે કોરોના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પૌષ્ટિક ખોરાક હળદર વાળું દૂધ આયુર્વેદિક ઉકાળો નાસ્તા સહિતની સુવિધાઓ આપવામાં આવશે ખાસ કરીને દર્દીના સગાઓને વીડિયો કોલિંગમાં વાત કરવાની સુવિધાઓ પણ કરવામાં આવશે આ તકે રાજકોટ મેડિકલ કોલેજના ડોકટર ઉમેદ પટેલ મેડિકલ કોલેજના મધુલીકા બેન મિસ્ત્રી આરએમડી ના અધિકારી નંદાણીયા અધિક નિયામક લુહાર સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વેસેટીયનૃ ડોકટર રાજ બેરા બ્લોક હેલ્થ ઓફિસર પુનિત વાછાણી શહેરના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહેલ અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓને દાખલ કરવાની સુવિધાઓ ચાલુ કરવા બદલ રાજય સરકારનો આભાર માન્યો હતો.

(11:37 am IST)