Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડિયા ઉપસરપંચે છગન ઢોલરીયા કોરોનાને મ્હાત આપી ફરી વિકાસના કામમાં જોતરાયા

કોરન્ટાઇલ નો ૨૧ દિવસના સમય પછાત વિસ્તારમાં ગટરનુ કામ શરૂ કરાવ્યુ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૧: કોરોના મહામારીમાં વડિયાના લોકોને કોરોનાથી બચાવવા માટે રાતદિવસ તંત્ર સાથે કામ કરતા વડિયા ઉપ સરપંચ છગન ઢોલરીયા પોતે કોરોનાનો શિકાર બન્યા હતા. સારવાર બાદ ૨૧ દિવસ તેઓ હોમ કોરન્ટાઇલ રહ્યા પછી બહાર આવતાની સાથે જ વડિયા ના પછાત ગણાતા વિસ્તાર સદગુરુ નગર ના લોકો ને ગંદકી દૂર કરવા માટે ખ્વ્સ્વ્ની ગ્રાન્ટ માંથી ગટરલાઈનના કામની શરૂઆત વડિયા સ્વામિનારાયણ મંદિરના સંતોના હાથે કરાવી વડિયાના વિકાસને ફરી વેગવંતો કાર્યો હતો.  ઉપસરપંચના જણાવ્યા મુજબ ગામની સુવિધાઓ વધારવા અને લોકો ની સમસ્યાઓ નિવારવા વિકાસ ના કામોને પ્રાધાન્ય આપી ગામને સ્વચ્છ બનાવવા અને લોકોને પાયાની સુવિધાઓ પુરી પાડવા સતત એક પછી એક કામ ચાલુ રહે તે માટે પ્રયત્નશીલ રહીશ.

(11:37 am IST)