Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સિહોરના બોરડી ગામે ડૂબી જતા બે સગાભાઇના મોત

ભાવનગર તા. ૧૧: ભાવનગરનાં બોરડી ગામે તળાવમાં ડૂબી જતાં બે સગા ભાઇનાં મોત નિપજયા છે.

વિગતો મુજબ સિહોર તાલુકાનાં બોરડી ગામે રહેતાં ભાવસંગભાઇ પરમારનાં પત્ની તેનાં બે બાળકો અજય ભાવસંગ પરમાર ઉ.વ. ૧૩ અને આયુષ્યકર ભાવસંગ પરમાર ઉ.વ. ૧૬ સાથે ગામનાં તળાવમાં કપડા ધોવા ગઇ હતી ત્યારે આ બન્ને ભાઇઓ તળાવમાં ન્હાવા પડયા હતા અને પાણી ભરેલા તળાવમાં ડુબી જતાં બન્નેનાં કરૂણ મોત નિપજયા હતા. આ બનાવથી રાજપુત પરિવારમાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

કુવામાં પડી જતાં મોત

ભાવનગરનાં તણસા ગામે રહેતાં વાસુદેવસિંહ ગોહિલ ઉ.વ. ૧૮ નામનાં યુવાનનું કુવામાં પડી જતાં મોત નિપજયું હતું.

(11:12 am IST)