Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કંડલામાં પોલીસ ઉપર કુહાડી વડે હુમલો

મહિલાને હેરાન કરતા આરોપીને પકડવા ગયેલ આરોપી ફરાર

ભુજ, તા.૧૧: ગુનેગારોને જાણે હવે પોલીસનો ભય રહ્યો ન હોય એવી આઘાતજનક પરિસ્થિતિ સરહદી કચ્છ જિલ્લામાં થઈ રહી છે. પૂર્વ કચ્છમાં પિસ્તા ભરેલ ટ્રકની લૂંટ થઈ પશ્ચિમ કચ્છમાં અમદાવાદ એલસીબીના પીએસઆઇના પુત્રને લૂંટી લેવાયો અને હવે કંડલામાં પોલીસ ઉપર કુહાડી વડે હુમલો થયો.

કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં હવાબાઈ જાફર નાગીયા નામની ફરિયાદી મહિલાએ પોતાની પડોશમાં રહેતા ઇશાક હુસેન બાપાડા નામનો શખ્સ તેણીને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ કરી હતી. જે સંદર્ભે કંડલા રેલવે ઝૂંપડપટ્ટીમાં રહેતા આરોપી ઈશાકને પકડવા હેડ કોન્સ્ટેબલ મહેબૂબ નોડે અને કોન્સ્ટેબલ અરવિંદ ચૌધરી ગયા હતા. ત્યારે આરોપી ઈશાકે હેડ કોન્સ્ટેબલ મહેબૂબ નોડે ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલા સમયે પોલીસે બુમાબુમ કરતા લોકો દોડી આવતા આરોપી પલાયન થઈ ગયો હતો. હુમલામાં બન્ને હાથ અને બન્ને પગમાં ઈજાઓ થતાં હે.કો. મહેબૂબ નોડેને સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે આરોપી ઉપર વધુ એક ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:41 am IST)