Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કચ્છમાં કોરોનાએ વધુ બે જિંદગીનો ભોગ લીધોઃ નવા કેસ અને મોતનો વધતો આંક ચિંતાજનક

બિનસત્તાવાર ૮૨ મોત પણ સરકારી ચોપડે ૪૯ મોત, એકિટવ કેસ ૨૫૬, નવા ૨૦ કેસ સાથે કુલ ૧૫૩૬,લોકોમાં ફફડાટ વચ્ચે તંત્રની ઢીલાશભરી કામગીરી ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૧: કચ્છમાં કોરોનાના વધતા જતા મોતના આંક અને નવા કેસ વચ્ચે તંત્રની લુકાછુપીએ લોકોમાં ફફડાટ સજર્યો છે. કોરોનામાં વધુ બે માનવ જિંદગી હોમાઈ જતાં બિનસત્ત્।ાવાર મૃત્યુ આંક ૮૨ જયારે સરકારી ચોપડે ૪૯ થયો છે. તંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પોતાના જ સત્ત્।ાવાર આંકડામાં કેવી રીતે લુકાછુપી કરાય છે, તે સમજવા જેવું છે.

કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જાહેર કરેલા આંકડા અનુસાર એકિટવ કેસ ૨૫૬ અને સાજા થયેલા દર્દીઓ ૧૧૯૮ એ બન્નેનો સરવાળો ૧૪૫૪ થાય છે. હવે અત્યાર સુધીના કુલ દર્દીઓ ૧૫૩૬ છે. એટલે ૧૫૩૬ માંથી ૧૪૫૪ (એકિટવ કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા) બાદ કરીએ તો ૮૨ દર્દીઓ ઓછા થાય છે. જે દર્શાવે છે કે, બિન સત્ત્।ાવાર મોતનો આંકડો ૮૨ છે. જોકે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની યાદીમાં ૪૯ મોત દર્શાવાયા છે, પણ ૮૨ માંથી ૪૯ બાદ કરીએ તો ૩૩ દર્દીઓ કયાં ગયા? એ વિશે કોઈ માહિતી અપાઈ નથી.  મીડીયા માંગે તો પણ અપાતી નથી. કોરોનાના મોતના સાચા આંકડાઓ તેમ જ દર્દીઓ અને સારવાર વિશે સાચી માહિતી જાહેર કરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.કે. હુંબલ કલેકટરને તેમ જ યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત મૌખિક રજુઆત કરી ચુકયા છે. મીડીયા ગ્રુપમાં પણ પત્રકારોને પુરી માહિતી આપવાનું કચ્છના અધિકારીઓ ટાળી રહ્યા છે. વાસ્તવિક રીતે કચ્છના તંત્ર દ્વારા કોરોનાના બિહામણા ચિત્રને છુપાવવાનો કરાતો પ્રયાસ સરકારની સંવેદનશીલ છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે.

(11:53 am IST)