Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

આરોપીનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેની સામે કાર્યવાહીઃ તબીબોને ન્યાય મળશેઃ એએસપી સાગર બાગમાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૧ : એસ.પી. સાગર બાગમારે જણાવ્યું કે શહેરમાં બનેલ બનાવ ખુબજ સેન્સીટીવ પોલીસમાં ડોકટરે જયારે ફરીયાદ લખાવી તુરંતજ ફરીયાદ દાખલ કરી આરોપીને કોવીડ પોઝીટીવ  હોય રાજકોટ સીવીલ હોસ્પીટલમાં મોકલી આપેલ અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં  આવશે તેમજ ડોકટરોની સલામતી માટે પોલીસ બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલીંગ વધારી દીધેલ છે આરોપીનો નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ બધી કાર્યવાહી થઇ શકે અને ડોકટરોને ન્યાય અપાવવાની પુરતી કોશીશ કરવામાં આવશે.

(3:34 pm IST)