Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

માણાવદરના વડાળા-નાનડિયા-સીતાણામાં ૯ ઇંચ

મટીયાણામાં સાડા પાંચ ઇંચ વરસાદઃ ઓઝત નદી બે કાંઠેઃ પાણી પાદરમાં ઘુસી ગયા

માણાવદર તા. ૧૧ : માણાવર પંથકમાં રાત્રીથી આજ સવાર સુધીમાં ઝંઝાવાતી વરસાદે બેફામ પાણી-પાણી કરી દીધું છે. શહેરમાં સુપડાધારે વહેલી સવારે વરસાદ શરૂ થયો તે ૧૦ વાગ્યા સુધીમાં આશરે ૩II ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

તો મટીયાણા ગામના સરપંચ રાજુભાઇ બોરખતરીયાએ જણાવેલ કે ગત રાત્રીથી આજ સવાર સુધીમાં પાI ઇંચ વરસાદે રીતસર ધમરોળી નાખ્યું છેે. મટીયાણા ગામ સીમ-નદી-ડેમો બેફામ પાણીથી ઓવરફલો થયા છે. પાદર સુધી ઓઝત નદીના સ્થાનીક ત્થા ઉપરવાસ વરસાદથી પાણી પહંચ્યા છે. ગામ ફરતે નદી-નાળા-ડેમો પાણીથી ઓવરફલો થયાછે. જાંબુડાગામે ૪ ઇંચ તો ગ્રામ્યમાં ઘણા સ્થળે ૩ ઇંચથી વધુ પડયડો છે. સ્થાનિક ડેમો ફરી ઓવર ફલો થયા ભાલેચડા ગારી બેકાંઠે વહી રહી છે. હજી ધીમીધારે શહેરમાં વરસાદ પડી રહ્યો છે ખેતરો જળબંબાકાર થયા છે. બુરી-જીલાણા ૩ ઇંચ પડયોછે. વડાળા-નાનડિયા સીતાણામાં ૯ ઇંચ વરસાદે ભારે પુર આવ્યા છે. રાત્રીથી સવાર સુધીમાં પડયો તેમ દિલીપભાઇ ભુતે જણાવ્યું છે.  તો કપાસ-મગફળીના પાકને નુકશાની ખેતરોમાં ધોવાણ થયાનું જણાવેલ છે.

(1:10 pm IST)