Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સ્ત્રીધન પરત આપવાનો હુકમ કરતી ગોંડલ કોર્ટ

ઘરેલુ હિંસાનો ભોગ બનનાર દિપલબેનની અરજીથી મકાન ભાડુ, માસિક ભરણપોષણ આપવાનો પતિ, સાસુ-સસરા, નણંદ-નણંદોયા સામે હુકમ

રાજકોટ, તા. ૧૧ : ગોંડલના રહીશ દિપલબેન જેન્તીભાઇ મંડલીના લગ્ન અમરેલીના કેતનભાઇ રમણીકભાઇ રાજયગુરૂ સાથે તા.૨૩-ર-૨૦૧૫ના રોજ થયેલા, લગ્ન જીવનમાં માનસિક - શારિરીક ત્રાી આપવામાં આવતા અરજદારના નણંદ હિરલબેન રિસામણે આવેલ છે. સાસુએ અરજદારના વાળ ખેંચી ઢસડેલા, અરજદારને સસરા - નણંદ બાવડા પકડી માર મારેલ, અરજદારને નણંદ અલ્કાબેન મોરલ, અરજદારના પતિ જૂગાર રમવાની, દારૂ પીવાની આદત હોય તે આદતોને લઇ અરજદારને ત્રાસ આપતા અરજદાર સગર્ભા હતા ત્યારે ગળુ દબાવી મારી નાખવા પ્રયત્ન કરેલ, અરજદારે સાસરીયા વાળાથી ફોન મોબાઇલથી ત્રાસ ન આપે, મકાન ભાડાની રકમ ચૂકવે, અરજદાર અને સગીર પુત્રનું ભરણપોષણ આપે તેવી દાદો માગેલી જે અરજીમા અરજદાર અને તેના સાસરીયાઓની જુબાની અને દસ્તાવેજોની હકીકતો અને અરજદારના વકીલ શ્રી શિવલાલ પી.ભંડેરીની દલીલો ધ્યાને લઇ અધિક ચીફ જયુડી મેજી. શ્રી પી.એન.રાવલએ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની કલમ ૧૮ હેઠળ અરજદારની ફોન - મોબાઇલથી પજવણી ન કરવા તથા કલમ ૧૯(એફ) મુજબ અરજી તા.૨૪-૪-૨૦૧૭થી માસિક રૂ.૨૫૦૦ મકાન ભાડા પેટે કલમ ૨૦ મુજબ અરજદાર દિપલબેન માટે માસિક રૂ.૨૫૦૦ તથા સગીર પુત્ર વેદ માટે માસિક રૂ. ૧૫૦૦ તેમજ કલમ ૧૯(૮) હેઠળ આંક-૩ના સ્ત્રીધન કરિયાવરની યાદી મુજબની ચીજવસ્તુઓ સોપી આપવા તેમજ અરજી ખર્ચના રૂ. ૫૦૦ ચુકવવાનો હુકમ કરેલ છે. અરજદારના પતિ, સાસુ, સસરા, નણંદો, નણંદોયા પાસેથી રૂ. ૧,૮૨,૫૦૦ હુકમ તા.૨૩-૮-૨૦૧૯ સુધી ચડેલ છે. આમ દર મહિને ભાડા અને ખોરાકીની રકમ પેટે રૂ.૬૫૦૦ નિયમીત ચુકવવા હુકમ થયેલ છે.

અરજદાર દિપલબેન મંડલી વતી ગોંડલના ભંડેરી એડવોકેટસના વકીલ શ્રી શિવલાલ પી.ભંડેરી, અંબાગૌરી એસ.ભંડેરી, નિરંજય એસ.ભંડેરસ, પ્રજ્ઞા એન.ભંડેરી, ભકિત એસ.ભંડેરી અને રવિરાજ પી.ઠકરાર રોકાયેલા હતા.

(11:31 am IST)