Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પ્રથમ નોરતાથી શિક્ષણ રથનું સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પરિભ્રમણ

આટકોટ તા.૧૧: અમરાપૂર ખાતે યોજાયેલા સમસ્ત તળપદા કોળી પટેલના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પ્રથમ નોરતાથી શિક્ષણ રથ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરશે.

આત્માનંદ સરસ્વતિની ટકોર બાદ ઉપસ્થિત આગેવાનોએ ત્વરિત નિર્ણય લઇ શિક્ષણ રથનું આયોજન કરી નાખ્યુ હતુ.

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની આગેવાની હેઠળ નિકળનાર આ રથ યાત્રા સૌરાષ્ટ્ર-કચ્છમાં દરેક તાલુકામાં જશે જ્યાં કોળી સમાજમાં વાલીઓ અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધે તે માટે જુંબેશ હાથ ધરાશે. આ માટેની તૈયારીઓ વિંછીયા તાલુકાના આગેવાનો દ્વારા હાથ ધરાઇ ગઇ છે. આ યાત્રામાં દેશ-ભરમાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(11:24 am IST)
  • ઇમરાનનો નવો પેંતરો : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા બાદ હવે Pokમાં રેલી કરશે ઇમરાનખાન : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા સહન કર્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પીઓકેમાં રેલીનું આયોજન કરશેઃ ઇમરાને કહ્યું કે ૧૩ સપ્ટેમ્બરે મુઝફફરાબાદમાં એક મોટી રેલી કરીશ અને સમગ્ર વિશ્વનું ધ્યાન કાશ્મીર પર લાવવાના પ્રયત્નો કરીશ access_time 1:04 pm IST

  • લશ્કરનો ટોપ આતંકી આસિફ ઠારઃકાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે : લશ્કરનો ટોપ આતંકી આસિફને ઠાર કરવામાં આવ્યો : સોપોરમાં થયેલા આ એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારી પણ ઇજા પહોંચી છે જાણવા મળી રહ્યું છે કે આતંકી આસિફ સોપોરમાં અનેક નાપાક ગતિવિધઓમાં સામેલ રહ્યા છે access_time 11:28 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST