Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમરાપુરમાં જસદણ-વિંછીયા સમસ્ત તળપદા કોળી સમાજનાં ૧૫૫૦ વિદ્યાર્થીઓનું સન્માન

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

આટકોટ, તા.૧૧: અમરાપુર મુકામે જસદણ-વિંછીયા સમસ્ત તળપદા કોળી પટેલ સમૂહ લગ્ન સમિતિ અને યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૫ થી ઉપરના કક્ષાના પ્રથમ ૧ થી ૩ ક્રમાંકે આવેલ ૧૫૫૦ જેટલાં વિદ્યાર્થીઓનું શિલ્ડ પ્રમાણપત્ર શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ આ સરસ્વતી સન્માન સમારોહ માં જોડાયેલ તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ તરફથી પ્રોત્સાહિત કરી વિશેષ પ્રોત્સાહન ઇનામ અને આ કાર્યક્રમમાં અમરાપુર આશ્રમ શાળાઓની વિદ્યાર્થિનીઓએ ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો સ્વાગત ગીત રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ પદે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએઙ્ગ ખાસ હાજરી આપી તેજસ્વી તારલાઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કર્યા હતા તેઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ જાગે કન્યા કેળવણીનો વ્યાપ વધે બાળકોમાં જનચેતના જાગે સમાજ વ્યસન મુકત બને અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તેમજ રાજય સરકાર તરફથી મળતા લાભોની અને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી અને આગામી દિવસોમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવા અંગે જાહેરાત કરી હતી.

સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી એ ખાસ હાજરી આપી આશીર્વચન આપ્યા હતા અને પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ગર્ભિત ઇશારો કરી અભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સમાજમાં રહેલા કુરિવાજો વ્યસનો દુર કરવા તેમજ સારા ચારિત્રય ઘડતર માટે વાલીઓનેઙ્ગ જાગૃત થવા ટકોર કરી હતી અને સમાજ સામાજીક રીતે સંગઠિત થાય સમાજ કુરિવાજના અજગર ભરડા માંથી બહાર નીકળી અંધકાર મુકત થાય સારાએ સમાજમાં ઓજસ પથરાયઙ્ગ તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમગ્ર પંચાળ પંથકના છેવાડાના વિસ્તારમાં શિક્ષણ જયોત રથ યાત્રા કાઢવાનું સૂચન કરી સમાજને આહવાન કર્યું હતું જેમાં હાજર સમાજના નાના મોટા સર્વોએ તાળીઓના ગડગડાટ વચ્ચે હાથ ઊંચા કરી પોતાની સહમતિ દર્શાવી વધામણા કર્યા હતા બાદમાં સમાજના આગેવાનો એ સમાજમાં ઉત્સાહ જોઈ આરાધ્ય દેવી મા જગદંબાના પહેલા નવલા નોરતાએ સામાજિક સમરસતાની શુભ ભાવનાથી કન્યા કેળવણી અને સમાજ ઉત્થાનના ભાગરૂપે શિક્ષણ જયોત રથયાત્રા કાઢવાનું તત્કાળ નક્કી કરી નિર્ણય લીધેલ તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહને શોભાવવા સમાજ અગ્રણીઓ જેસાભાઈ સોલંકી, રવજીભાઈ સરવૈયા, પોપટભાઈ રાજપરા, વિનોદભાઈ વાલાણી,બાબુભાઇ ભવાનીવાળાઙ્ગ કડવાભાઇ જોગરાજીયા, આંબાભાઈ ઓળકિયા, સુરેશભાઈ ધરજીયા, બાબુભાઇ રોજાસરા આટકોટ, જીજ્ઞાશાબેન મેર, હર્ષાબેન ડાભી, પ્રભાતભાઈ યાદવ, ધીરુભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ બાવળીયા, ડાયાભાઈ યાદવ પ્રોફેસર ઝાપડિયા સાહેબ એડવોકેટ ગાભુસાહેબ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ જસદણ વિંછીયા માંધાતા ઉત્સવ સમિતિના સભ્યશ્રીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ દાતાઓ વગેરે મહાનુભાવો હાજર રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શિક્ષણવિદ ખોડાભાઈ ખસીયા એ કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કોળી સમાજના શિક્ષક ભાઈ બહેનોએ તેમજ જેન્તીભાઇ રાજપરા અને કેશુભાઈ કુમરખાણીયાએ જહેમતઙ્ગ ઉઠાવી હતી.

(11:24 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • ઇમરાનનો નવો પેંતરો : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા બાદ હવે Pokમાં રેલી કરશે ઇમરાનખાન : આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતા સહન કર્યા બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન પીઓકેમાં રેલીનું આયોજન કરશેઃ ઇમરાને કહ્યું કે ૧૩ સપ્ટેમ્બરે મુઝફફરાબાદમાં એક મોટી રેલી કરીશ અને સમગ્ર વિશ્વનું ધ્યાન કાશ્મીર પર લાવવાના પ્રયત્નો કરીશ access_time 1:04 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST