Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ધોરાજીમાં જુગારીઓ પર પોલીસની ધોસ:1,04,980 ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓ ઝડપાયા.

ધોરાજી :- ધોરાજી પોલીસ ઇન્સપેક્ટર હૂકુમતસિંહ જાડેજાએ ધોરાજી શહેરમાં દારૂ-જુગારની બદીઓ સદંતર બંધ કરવા માટે દારૂ, જુગારની સતત રેડ કરી ગેરકાયદે પ્રવૃતિઓ પર ધોસ બોલાવી છે.
 આજે ધોરાજી ના પાવરહાઉસ વિસ્તારમાં ચાલી રહેલા અગરબતીના કારખાનામાં જુગારનો દરોડો પાડતા  સાત આરોપીઓ  ઝડપાયા હતા.જેમાં અંકિતભાઈ ચીમનભાઈ વૈષ્ણવ, આયુષ વિનયચંદ્ર વાછાણી,જેનિશ સુરેશભાઈ વાછાણી, મનોહરભાઈ છગનભાઈ રાખોલિયા,યતીન પ્રભુદાસભાઈ કાલરીયા, હિરેન રામજીભાઇ રાખોલિયા,હિતેશ જમનાદાસ કણસાગરા રે તમામ ધોરાજી વાળાને ગાજીપાના પાના,76,980 /- રોકડ, સાત મોબાઈલ કિંમત રૂ.28,000 કુલ મુદ્દામાલ મળી 1,04,980 નો મુદ્દામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:30 pm IST)