Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટ તાલુકાના સરધારમાં કોરોના રોકવા સામુહિક ટેસ્ટઃ તમામના રીપોર્ટ નેગેટીવ

રાજકોટ :.. કોરોના મહામારીનું સંક્રમણ દિન વધી રહ્યું છે ત્યારે રાજકોટ તાલુકાના સરધાર ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરધાર આરોગ્ય તંત્રના ડો. વિવેક કોટડીયા ત્થા પંકજ બાવળીયા, સહદેવ ડાંગર, જીજ્ઞેશ સોલંકી, ભરત ટોળીયા અને તા. પં. રાજકોટ સદસ્ય ચેતન પાણ, સરપંચ પિન્ટુભાઇ ઢાંકેચા, ઉપસરપંચ ભુપતભાઇ વડુકીયા વગેરે જાગૃત સરધારમાં વધુ ભીડ ધરાવતા વેપારીઓ અને શાકભાજી વેચનાર, હેર સલુન ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમ સરપંચ જણાવે છે.

(2:34 pm IST)