Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જુનાગઢ જેલમાં કેદી ઉપર બે કેદીનો હુમલો-ખુનની ધમકી

જમવાની લાઇનમાં ઉભા રહેવા અંગે બબાલ થઇ

જુનાગઢ તા.૧૧: જુનાગઢ જેલમાં કેદી ઉપર બે કેદીઓ સામાન્ય બાબતમાં હુમલો કરી અને ખુનની ધમકી આપતા હલચલ મચી થઇ હતી.

વેરાવળના સંજયનગરમાં રહેતો અને જુનાગઢ જિલ્લા જેલમાં રહેલ નરેશ ખીમજીભાઇ ભજગોતર (ઉ.વ.૨૭) નામનો કેદી ગઇકાલે જેલમાં જમવાની લાઇનમાં ઉભો હતો. ત્યારે કાનો કોળી અને રમેશ રણછોડ કોળી નામના બે કેદીને નરેશ સાથે જમવાની લાઇનમાં ઉભા રહેવાના પ્રશ્ને બોલાચાલી કરી હતી.

બાદમાં બંને કેદીએ ઉશ્કેરાઇ જઇને નરેશને ઠીક્કાપાટુનો માર મારી અને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. એ-ડીવીઝન પોલીસે ફરીયાદના આધારે હુમલાખોર કેદીઓ સામે કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)