Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દાન મહારાજની જગ્યાના મહંત વલકુબાપુ દ્વારા અમિતભાઇ ચાવડાનું સન્માન

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લા ના ધારી મુકામે અમરેલીજિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તુત કારોબારી ની સભા પૂર્ણ થયા બાદ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ કમીટીના ચેરમેન ટીકુંભાઈ વરૂ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા અને જિલ્લાના  એડવોકેટ  મુઝફ્ફર હુસૈન સૈયદ  ચલાલા દાન મહારાજની જગ્યાએ આશીર્વાદ લેવા પધારેલ. તે સમયે દાન મહારાજ જગ્યાના મહંત વલકુબાપુએ આશીર્વાદ પાઠવી આ કોંગ્રેસી મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કારેલ હતું તે તસ્વીરમાં દુષ્ટિ ગોચર થાય છે.

આ તકે અમિતભાઇ ચાવડા સાથે  ટીકુંભાઈ વરૂ અને મુજ્જફર હુસૈન સૈયદે  આગામી આવનારી વિધાનસભા પેટ ચૂંટણી માં ધારી બગસરા ની સીટ ઉપર કોંગ્રેસનો જલવંત વિજય થાય તે અંગે વિસ્તુત પણે ચર્ચા કરવામાં આવી હતી.

અમરેલીજિલ્લા કોંગ્રેસી આગેવાનોની વાતની નોંધ લાઇ અમિતભાઇ ચાવડા એ ખુશી વ્યકત કરી હતી.  (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી,  સાવરકુંડલા)

(12:55 pm IST)