Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જેતપુર નજીક ટ્રકે છકડાને હડફેટે લેતા ૨ બાળકોના મોતથી અરેરાટી

જેતપુર તા. ૧૧ : તાલુકાના ખીરસરા ગામે રહેતા રમેશભાઇ બચુભાઇ કંડોરીયાના પત્ની સુમીતાબેન તેના દિકરા વિવેક અને દિકરી નેહલ (ઉ.૧૦) તેમજ વિસાવદરના પીરવડ ગામે રહેતા આર્યન અનવરશા ફકીર (ઉ.૧૦) તથા કાળુભાઇ હીરાભાઇ નાવડ, ખીરસરાના વિજય ઉર્ફે મુન્નો ધીરૂભાઇ કંડોરીયાની છકડો રીક્ષા નં. જીજે૦૩-એવી-૧૩૩ વાળીમાં બેસી જેતપુર આવતા હતા ત્યારે ખીરસરા રોડ પર આવેલ ગૌશાળા પાસે પહોંચતા પાછળથી પુરઝડપે આવતો ટ્રક નં. જીજે-ટીઓ-એકસ-૬૧૧૬ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો રીક્ષાને પાછળથી અથડાવતા રીક્ષામાં બેઠેલ માસુમ બાળક આર્યન અનવરશા ફકીર (ઉ.૧૦) તથા નેહલ રમેશભાઇ કંડોરીયા (ઉ.૧૦) વાળીને માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજેલ.

જ્યારે છકડો રીક્ષામાં બેઠેલ નેહલની માતા સુમીતાબેન તથા ભાઇ વિવેક અને કાળુભાઇ નાવડ તેમજ રીક્ષા ચાલક વિજય કંડોરીયાને ઇજાઓ થતા ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડેલ જ્યાં તેઓને વધુ ઇજાઓ હોય સારવાર માટે રીફર કરેલ.

અકસ્માતમાં મૃત્યુ પામેલ બાળક અને બાળકીનું પી.એમ. કરાવી ટ્રકના ડ્રાઇવર રમણીકભાઇ મકવાણા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)