Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પોરબંદરઃ દરિયામાં એન્જીન બંધ પડી જતા ર બોટમાં ફસાયેલા ૧પ માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યાં

પોરબંદર, તા. ૧૧ :  જખૌ નજીક એન્જીન બંધ પડી જતા હર્ષદ અને અલ લાબ્લેક બોટમાં ફસાયેલા ૧પ ખલાસીઓને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લીધો હતાં.

ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને ૦૯મી ઓગસ્ટ, ૨૦૨૦નારોજ આશરે ૧૨.૧૫ કલાકે જખૌથી દક્ષિણ-પશ્ચિમ ૩૬ એમએમ દૂર ૦૮ ખલાસીઓ ધરાવતી આઇએફબી  હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેના બચાવ માટે કોલ પ્રાપ્ત થયો હતો. તોફાની દરિયા અને ભારે પવનની સ્થિતિમા આઇસીજીના જહાજ ખૂબ જ ઝડપથી ઘટનાની ગંભીરતા સમજીને તે સ્થાન પર પહોંચી ગયું હતું. માછીમારી માટે વપરાતી બોટ હર્ષદ દ્વારા એન્જિન બંધ પડી ગયા બાદ આઇસીજી પાસેથી મદદ માંગવામાં આવી હતી. તોફાની બનેલા દરિયાને ધ્યાનમાં રાખીને બોટને જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન જખૌથી દક્ષિણ-પશ્ચિમ તરફ એનએફએસ સ્થિત વધુ એક માછીમારીની બોટ આઇએફબીઅલ લાબ્બેકે માછીમારીની જાળમાં પ્રોપલર ફસાઇ જવાના કારણે સહાયતા માટે વીએચએફ કોલ દ્વારા જહાજનો સંપર્ક કર્યો હતો. આ બોટ ઉપર છ ખલાસીઓ સવાર હતા. ત્યારબાદ આઇએફબી અલ લાબ્બેકને પણ જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી અને બન્ને આઇએફબી ની સલામત સ્થાને દોરી જવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ, આઇએફબી હર્ષદ અને આઇએફબી અલ લાબ્બેકને આઇએફબી અલ બદરીને ૧૫ ખલાસીઓ સાથે સુપરત કરવામાં આવી હતી, જેની ગોઠવણ બોટના માલિક દ્વારા જખૌ બંદર સુધી ટોઇંગની સહાયતા માટે કરવામાં આવી હતી.

(12:46 pm IST)