Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કાલે જન્માષ્ટમી : સૌરાષ્ટ્ર -કચ્છમાં ઘરે બેઠા ઉજવણી

ધાર્મિક કાર્યક્રમો : લોકમેળા -શોભાયાત્રાઓ રદઃ કોરોના મહામારીના કારણે ફરવાલાયક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડિયાઃ તસ્વીરમાં વડિયા ખાતે આયોજીત બેઠકમાં આગેવાનો નજરે પડે છે. ( તસ્વીરઃ ભીખુભાઇ વોરા-વડિયા) : તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવના આજે સવારના દર્શન નજરે પડે છે.

રાજકોટ,તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે તા.૧૨ને બુધવારે શ્રીકૃષ્ણ ભગવાન જન્મોત્સવ ઉજવાશે. કોરોના મહામારીના કારણે આ વખતે સામુહિક ઉજવણીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

જન્માષ્ટમી પર્વમાં ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા, લોકમેળાના કાર્યક્રમો આ વખત રદ કરવામાં આવ્યા છે. મહામારીના કારણે સંક્રમણનું પ્રમાણ અટકે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ફરવા લાયક સ્થળોએ આવવા-જવાનોને પ્રતિબંધ મુકાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.

વડિયા

વડિયાઃકોરોના મહામારી ના અજગર ભરડા નીચે આજે દેશ પીસાઈ રહ્યો છે ત્યારે વર્તમાન સમય માં પવિત્ર શ્રાવણ માસ, પર્યુષણ પર્વ, મહોરમ, ગણેશ ઉત્સવ વિવિધ મેળાઓઙ્ગ માં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન ના થાય અને વધુ ભીડ એકથી થતા કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અને સૂચના મુજબ સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ આવનારા તમામ ધાર્મિક કાર્યક્રમ રદ કરવા માટેની સહમતી આપવા અને ચર્ચા કરવા માટે વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા એક મિટિંગ બોલાવવા માં આવી હતી. આ મિટિંગમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સંચાલકો હાજર રહ્યા હતા. મામલતદાર દ્વારા કરવામાં આવેલા સૂચનોનું ચુસ્ત પાલન કરવા ઉપસ્થિત તમામ લોકો એ સહકાર આપવા અને કોરોના સંક્રમણ ને રોકવા તંત્ર ની તમામ સૂચનાઓનૂ પાલન કરવાની ખાત્રી આપી હતી. આ મિટિંગ મામલતદાર ઓફિસ ના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રશાંત ભીંડી, પટોડીયા, વડિયા સરપંચ , તલાટી રામાણી અને સાધુસંતો, અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ ના સંચાલકો વગેરે હાજર રહ્યા હતા.

સાંજે શ્રી સોમનાથ મહાદેવના તલ શ્રૃંગારઃ કાલે શ્રીકૃષ્ણ દર્શન શ્રૃંગાર

 વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૧૧: શ્રાવણ મહિનામાં દરરોજ શ્રી સોમનાથ મહાદેવને અલગ-અલગ શ્રૃંગાર કરવામાં આવે છે.

જે અંતર્ગત આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવને તલ શ્રૃંગાર કરવામાં આવશે.

કાલે જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રીકૃષ્ણ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે.

શ્રી સોમનાથ મહાદેવ મંદિર જન્માષ્ટમી પર્વમાં ખુલ્લુ રહેશે. અને દરરોજ અલગ-અલગ શ્રૃંગાર કરવામાં આવશે.

(11:52 am IST)