Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુરેન્દ્રનગરઃ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

સુરેન્દ્રનગરઃમહિલા અને બાળ અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા સશકિત કરણ પખવાડિયા અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગરના ફિલ્ડ ઓફીસર તેમજ મહિલા શકિત કેન્દ્રની ટીમ દ્વારા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની લાભાર્થી બહેનોને મહિલા અને બાળ અધિકારીની કચેરીમા ચાલતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં અમલીકૃત મહિલા સ્વાલંબન યોજના અને આત્મનિર્ભર ગુજરાત પેકેજ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પી.બી.એસ.સી. સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો તથા વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત સેટકોમ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો હતો તેમજ માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(11:49 am IST)