Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભારે વરસાદને પગલે ખંભાળિયા-પોરબંદર રોડ પર મસમોટા ખાડાથી જોખમ વધ્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૧ : ખંભાળીયા-પોરબંદર રોડ પર ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ભાડથર તથા વિઝલપર પાસે ત્રણ જગ્યાએ અત્યંત જર્જરીત પુલો આવેલા હોય લોકો પોતાના જીવના જોખમે જઇ રહ્યા છે. ગમે ત્યારે પુલ બેસી જાય તેવી સ્થિતિ છે ત્યારે તંત્ર કોન્ટ્રાકટ અપાયાના દાવાની જાણે સાંધા મારતા હોય તેવું લાગે છે !!

ખંભાળિયામાં રામનગર પાસેનો પુલ એકસાઇડમાં અત્યંત જર્જરીત અને મોટા ખાડા પડેલા હોય આ પ્રશ્ન પરથી વાહનો જર્જરીત સાઇડમાંથી ના નીકળે તે માટે રસ્તામાં પી.ડબલ્યુ.ડી. તંત્રએ ત્રણ પીપડા (બરેલ) મુકેલા પણ આને કારણે એક સાઇડ હોય બંધ જતી હોય બે દિવસથી કોઇએ આ બેરલ ઉપાડીને સાઇડમાં મુકી દીધા છે. અને જે જોખમી રસ્તો છે.તેના પર ઓવરલોડ ટ્રક જાય છે. !!

અહી રેતી, બોકસાઇટના ભારેખમ ટ્રકો બિંદાસ નીકળે છે કેમ કે તંત્રએ માત્ર ભારેખમ ટ્રકને નીકળવાની મનાઇનું પાટીયું માર્યું છે કંઇ વ્યવસ્થા ના કરતા પાટીયાની મઝાક ઉડાવતા ટ્રકો નીકળતા પુલ આખો ધ્રુજે છે !!

વરસાદથી તાજેતરમાં આ પુલ પર વધુ બે ગામડાઓ પણ પડયા હોય ભયંકર જર્ઝરીત પુલ મોટી દુર્ઘટના કરે તો નવાઇ નથી.(૬.૪)

 

(9:09 am IST)