Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

લીલાખા સહીત ગામડાઓમાં શ્રીકાર વરસાદથી ખેડૂતોના હૈયા હરખાયા

લીલાખાઃ ગોંડલ તાલુકાના લીલાખાના સરપંચ ધર્મેશભાઇ ભીખાભાઇ ધામેલીયા, નવાગામના પૂર્વ સરપંચ હરીભાઇ જીવરાજભાઇ કયાડાએ  જણાવ્યું છે કે  લાંબા ઇંતજાર પછી  શુક્રવારે દિવસે, રાત અને શનિવારે મેઘરાજાએ મહેર કરી છે. શનિવાર બપોર સુધીમાં દશ ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

લીલાખા, નવાગામની અમૃતવેલ નદી બે કાંઠે વહી રહી  છે તેના કારણે બન્ને ગામના વાવ, કુવા, અને બોરના તળ જીવંત બન્યા છે. ખેતરોની મૌલાતને એકાદ મહિના સુધી પાણીની જરુરત રહેશે નહી. ગામના અગ્રણી વેપારી મનુભાઇ સામતભાઇના જણાવ્યા મુજબ વરસાદ ન પડતા સૌ કોઇ ચિંતીત હતા. બજારો સુમસામ હતી, હવે વરસાદ થતા ખરીદી નીકળશે. ગામના પ્રગતિશીલ ખેડૂતો દામજીભાઇ વાડોદરીયા, લાલજીભાઇ હરખાણી, છગનભાઇ સુવાગિયા, રસીકભાઇ ઢોલરીયા,મનસુભાઇ ધામેલીયા, ચીમનભાઇ હરખાણી, હિરેનભાઇ બલદાણીયાએ જણાવ્યું છે કે થોડા સમય પહેલા  અખબારોમાં વરસાદની આગાહી થઇ હતી જે સાચી પડી છે.

(4:43 pm IST)