Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ગોંડલી, વાસાવડી, કોલપરી સહિતના નદીઓના ઘોડાપુરના કારણે ભાદર ડેમની સપાટીમાં સતત વધારો

રાજકોટ: ગોંડલની ગોંડલી,વાસાવડી,કોલપરી,સહિની અનેક નદીઓમાં ધોધમાર પડેલા વરસાદને પગલે ભાદર ડેમની સપાટીમાં વધારો....

ડેમમાં નવા પાણી 5.5 ફૂટની આવક સાથે ડેમની કુલ સપાટી 20.5 ફૂટે પહોંચી....

સમગ્ર રાજ્ય મેઘ મહેર થઇ છે ત્યારે રાજકોટ તાલુકા માં અવિરત ગઈ કાલ સાંજ થી જ ક્યાંક મધ્ય તો ક્યાંક ભારે વરસાદ વર્સી રહ્યો છે ગોંડલ માં છેલ્લા 30 કલાક માં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકા ના પાટીયાળી અને હડમતલા,મોટી મેંગાની,થોરડી,આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે હડમતાલા થી  રાજકોટ જતો રોડ બંધ ભારે વરસાદને કારણે રોડ બંધ પણ થઈ ગયો હતો જ્યારે મોતિસર ડેમ ના 15 તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા

ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસર ડેમ તેમજ લુણીવાવ ગામ પાસે આવેલા વાછપરી ડેમ ઓવરફ્લો  થયા હતા

(6:02 pm IST)