Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ભાવનગરમાં કોરોનાએ ભરડો લીધો : શનિવારે સિટીમાં 37 અને જિલ્લામાં 12 કેસ મળીને વધુ 49 કેસ નોંધાયા :: કુલ કેસની સંખ્યા 556એ પહોંચી

છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાતા કોરોનાના આંકડાને લઇને લોકોમાં ગભરાટ પણ ફેલાયો

ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાતા કોરોનાના આંકડાને લઇને લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. ત્યારે ભાવનગર આરોગ્ય વિભાગે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. જેમાં આજે(શનિવાર) ભાવનગર જિલ્લામાં કોરોનાના 49 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 37 અને જીલ્લામાં 12 કેસ નોંધાયા છેછે. દરરોજ 2 કલાકે અપાતા આંકડા આજે એક સાથે જાહેર કર્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 556 થઇ છે.

ભાવનગરમાં એક જ દિવસમાં સૌથી વધુ ગઇકાલે(શુક્રવાર) 69 કેસ નોંધાયા હતા. 9 જૂને 23 કેસ નોંધાયા, 8 જૂને 19 કેસ નોંધાયા, 7 જૂને 21 કેસ નોંધાયા, 6 જૂને 35 કેસ નોંધાયા, 5 જૂને 16 કેસ નોંધાયા, 4 જૂને 10 કેસ નોંધાયા, 3 જૂને 21 કેસ નોંધાયા, 2 જૂને 14 કેસ નોંધાયા છે. આમ છેલ્લા 10 દિવસમાં કોરોનાનો કહેર શહેરમાં વધ્યો છે. 
ભાવનગરમાં કોરોનાના વધતા કેસ બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર મથામણ કરી રહ્યું છે. તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 556 કેસ નોંધાયા છે.

(10:12 pm IST)