Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કેશોદના અખોદડ અને ઇસરા ગામના ખેડૂતોની ચોમાસાના પાણી નિકાલની માંગ

કેશોદ,તા.૧૧: કેશોદનો ઘેડ પંથક ચોમાસામાં પાણીનો તત્કાલ નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જે છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો સમય વરસાદી માહોલ બને તો ખેડુતોએ પાણી પાવા વગર ઉભો થતો ખરીફ પાક જમીનમાં સળી જઇ ખાતર બની જાય છે.

આવી જ કાંઇક વેદના કેશોદ પંથકના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની છે જેમાં ખેડુતોએ એકઠા થઇ ચોમાસામાં વરસાદના પાણીથી ખેતરો છલકાઇ જતાં હોય જેનો નિકાલ ન થતાં આશરે બે હજાર વિદ્યામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શકયતાછે તેથી પાણી રોકતાં ગેરકાયદેસર બનાવાયેલા માટીના પાળાના દુર કરી રસ્તાની બન્ને સાઈડ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા આઠ મહીના પહેલાં તંત્ર પાસે માંગ કરી હતી.ઙ્ગ

ખેડુતોએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષો જુનો પ્રશ્ન છે જેમાં અખોદર ઈસરા પાડોદર સહીતના ત્રણ ગામની સીમમાં પાણી ભરાયેલાં રહેછે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં એ પાણીની આવકથી પણ આ ખેતરો જળબંબાકાર બને છે દ્યણાં દિવસો સુધી ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોય પાણીના નિકાલ માટે તંત્ર આશ્વાસન આપે છે પરંતુ કામ નથી કરતું તેવા ઇસરાના સરપંચે આક્ષેપ પણ કર્યા હતા.

આ અંગે અગાઉ ખેડુતોએ મામલતદાર ટીડીઓ ધારાસભ્ય સહીત તાલુકા તંત્રને લેખિતમાં જાણ કરી તેથી મામલતદાર દ્વારા એક મહીના પહેલાં રોજકામ કરી પાણીનો નિકાલ થવામાં અડચણરૂપ બાબતેઙ્ગ કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી પરંતુ ચોમાસા પહેલા આ કામગીરી ન થતાં ખેડુતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી સાથે અખોદર તથા ઇસરા ગામના ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલ કરવાની માંગણી કરવામાં આવી છે અને જો માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

(1:17 pm IST)