Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શ્રી સોમનાથ મહાદેવના દર્શને વિજયભાઇ રૂપાણીઃ કોરોનામુકિત માટે પ્રાર્થના

વેરાવળ-પ્રભાસ પાટણ : સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, પરિવાર સાથે આવી પહોંચ્યા હતાં.  સોમનાથ મહાદેવના દર્શન મહાપુજા-ધ્વજા પૂજા કરવામાં આવેલ. સાથે ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ પુત્ર ઋષભ પણ સામેલ થયા હતાં. પૂજા બાદ સ્મૃતી ભેટ આપી ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રીએ તેઓનું સન્માન કરેલુ હતું. તેઓએ સોમનાથ મહાદેવ તેમજ પરિસરમાં આવેલ હનુમાનજી, ગણપતીજી, વિર હમીરજી ગોહીલના દર્શન કરી ધન્ય બન્યા હતાં. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ-દેવાભાઇ રાઠોડ-વેરાવળ પ્રભાસ પાટણ)

(11:31 am IST)